1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ લડાયું, ત્યારે ભુજ પર પાકિસ્તાને બોમ્બ ઝીંક્યા અને એરબેઝને નુકસાન થયું જે માધાપરની વીરાંગનાઓએ માત્ર ત્રણ રાત્રિમાં તૈયાર કરી આપ્યું તેમજ દિલધડક વિજય મેળવ્યો. આ વિષય પર આધારિત ફિલ્મ ‘ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ આજે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગન ભારતીય વાયસેનાના સ્કવોડ્રન લીડર વિજય કાર્ણિકના પાત્રમાં જોવા મળશે. જેમણે ભુજમાં એરબેઝ તૈયાર કર્યું હતું.
આ ફિલ્મનું ટ્રેલર જોતા તાજેતરનો ઇતિહાસ જીવંત થશે તેવું જણાવતાં ડાયરેક્ટર અભિષેક દુધૈયા ઉમેરે છે કે, સિનેમા દ્વારા ઐતિહાસિક જીત દર્શકો માટે ચોક્કસ રસપ્રદ રહેશે. ભારતીય યોદ્ધાઓ અને સૈનિકોની બહાદુરીની ગાથા આજની પેઢી માટે પ્રેરણાદાયક બનશે. ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ એ આપણા તાજેતરના ઇતિહાસની એક વાર્તા છે જેણે ન માત્ર ભારતને જ વિજય અપાવ્યો છે, પરંતુ જો લોકો મુશ્કેલીઓમાં એકબીજાની સાથે ખભે ખભા મિલાવી ઊભા રહે તો શું જ્વલંત સફળતા મળે તેની વાર્તા છે. ફિલ્મમાં અજય દેવગન સિવાય સંજય દત્ત, શરદ કેલકર, સોનાક્ષી સિંહા વગેરે કલાકારો જોવા મળશે.
ભાઈ-ભાઈ ગીત બાબતે વિવાદ : ભવાઈ તેરમી સદીથી ગવાય છે ગુજરાતમાં
ગુજરાતી ગીતકાર અરવિંદ વેગડાએ ફિલ્મમાં ગુજરાતી ગીત ‘ભાઈ ભાઈ, ભલા મોરી રામા’ ગીતની કડી વપરાઇ હોવાનો દાવો કર્યો છે. ફિલ્મમાં સંજય દત્ત પર આ ગીતની કડી ફિલ્માવાઈ છે. ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતા વેગડા કહે છે કે, 2010 માં મેં આ ગીત ભવાઈને જીવંત રાખવા બનાવ્યું હતું. તેમાં વપરાયેલા શબ્દ મારા છે, ક્રેડિટ તો મળવી જ જોઈએ. અને આ માટે હું ચોક્કસ લડત આપીશ. તો કચ્છી દિગ્દર્શક અભિષેક કહે છે કે, આ ગીત ભવાઈ ભજવવામાં તેરમી સદીથી પ્રમાણ મળ્યા છે. અને 1999માં એક આલ્બમ પ્રસિદ્ધ થયું હતું પ્રેમનું ફંટારિયુ, જેમાં કમલેશ બારોટે ગાયું હતું. માટે કોઈ પ્રશ્ન નથી કે આ ગીત 2010 માં ગવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.