તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:આજથી નલિયાને બાદ કરતાં જિલ્લાવાસીઓને ઠંડીમાંથી રાહત

ભુજ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વાતાવરણીય વિષમતા વચ્ચે ઠંડી-ગરમીનો અહેસાસ
 • 11મી સુધી અબડાસામાં મારકણા ઠારનો માર રહેશે

કચ્છના કાશ્મીર નલિયાને બાદ કરતાં જિલ્લાવાસીઓને ઠંડીમાં રાહત મળી છે, જો કે, અબડા અડભંગની ભૂમિ પર હજુ ગુુરુવાર સુધી મારકણા ઠારનો માર યથાવત રહેશે. વાતાવરણીય વિષમતા વચ્ચે નલિયાને બાદ કરતાં જિલ્લામાં દિવસે ગરમી તો રાત્રે ઠંડી અનુભવાય છે. રાજ્યના ઠંડા મથકોમાં અવ્વલ રહેતા નલિયામાં ઠંડી વિદાય લેવાનું નામ નથી લેતી. શુક્રવારે નલિયામાં 11, જિલ્લા મથક ભુજમાં 15.3 અને કંડલાપોર્ટમાં 14.9 લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના વર્તારા મુજબ તા.11-2 સુધી નલિયામાં લઘુત્તમ 9થી 11, મહત્તમ 30થી 31, ભુજમાં લઘુત્તમ 13થી 16, મહત્તમ 29થી 32 અને કંડલા એરપોર્ટમાં લઘુત્તમ 14થી 16 અને મહત્તમ 30થી 33 ડિગ્રી તાપમાન રહેશે.

અત્રે નોંધનીય છે કે, કચ્છમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ઉંચકાતાં જિલ્લાવાસીઓને ઠંડીમાંથી રાહત મળી છે. દિવસ દરમ્યાન ગરમી અને રાત્રે ઠંડી એમ વાતાવરણીય વિષમતા વચ્ચે બેવડી ઋતુનો અહેસાસ થાય છે. જો કે, ગુરુવાર સુધી નલિયાને બાદ કરતા જિલ્લાવાસીઓને ઠંડીમાંથી રાહત મળશે.અત્રે નોંધનીય છે કે, જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાતા ઠારનો માર હવે જિલ્લામાં થોડા દિવસ માટે મહેમાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો