તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા પૂર્ણકાલિન જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત હસ્તકની દરેક કર્મચારીને 1લી ડિસેમ્બરથી ફરજિયાત ગળે આઈ-કાર્ડ લગાડવા પરિપત્ર બહાર પાડ્યું છે.27મી નવેમ્બરે મહેકમ શાખા મારફતે બહાર પડેલા પરિપત્રમાં જણાવાયું છે કે, જિલ્લા પંચાયત હસ્તકની કચેરીઓમાં ફરજ બજાવતા તમામ અધિકારી, કર્મચારીને કચેરી તરફથી આઈ-કાર્ડ આપવામાં આવ્યું છે. દરેક અધિકારી, કર્મચારીએ કચેરીમાં હાજર હોય તે સમય દરમિયાન પોતાનું આઈ-કાર્ડ ગળામાં દોરી લટકાવી પહેરવાનું રહેશે. જે અધિકારી, કર્મચારી પાસે પોતાનું આઈ-કાર્ડ ઉપલબ્ધ ન હોય તો સત્વરે આઈ-કાર્ડ બનાવી લેવાનું રહેશે. આઈ-કાર્ડ બને ત્યા સુધી કચેરીના મુખ્ય દરવાજા પરના સિક્યુરીટી ગાર્ડ, ચોકીદાર પાસે રહેલા મુલાકાત રજિસ્ટરમાં એન્ટ્રી કરી સરકાર દ્વારા માન્ય થયેલા ઈલેકશન કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડમાંથી કોઈ એક આઈડેન્ટીપ્રૂફ દેખાડીને કચેરીમાં પ્રવેશવાનું અને બહાર નીકળવાનું રહેશે. બાયોમેટ્રીક્સ સિસસ્ટમથી પૂરેલી હાજરીની દર અઠવાડીયે સમીક્ષા કરવામાં આવશે.
બાયોમેટ્રીક્સ સિસ્ટમમાં આઈ-સ્કેનિંગ કરવાનું શરૂ
ચાલુ વર્ષે કોરોના સંક્રમણના ભયને કારણે માર્ચ મહિનાથી બાયોમેટ્રિક્સ એટેન્ડન્સ સિસ્ટમમાં થમ્બ કરવામાંથી કર્મચારીઅોને મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ, હવે 2020ની 1લી ડિસેમ્બરથી બાયોમેટ્રિક્સ સિસ્ટમમાં આઈ-સ્કેનિંગ કરી કચેરીમાં પોતાની હાજરી દર્શાવવાની રહેશે. જોકે, આઈ-સ્કેનિંગ કરવા સમયે બાયોમેટ્રિક્સ સિસ્ટમના મશીનને શરીરના કોઈપણ અંગનો સ્પર્શ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પાલન થાય તેની તકેદારી રાખવી. એટલું જ નહીં પણ કચેરી અને કચેરીની શાખાના હાજરી પત્રકમાં પણ પોતાની હાજરી અવશ્ય પૂરવાની રહેશે.
કામચોર અને લેટલતીફ પર કાબૂ લાવવા પ્રયાસ
જિલ્લા પંચાયતની સંબંધિત શાખાઅોને મુખ્ય દરવાજા પરના ચોકીદારને જરૂરી સૂચના આપવામાં હુકમ થઈ ગયા છે, જેથી કામચોર અને લેટ લતીફ પર કાબૂ લાવી શકાય. પરંતુ, અમલવારી ક્યાં સુધી થાય છે એ જોવાનું રહેશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.