તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોંધણી:હવેથી રોજના 82 દસ્તાવેજ રજિસ્ટર થશે

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક કલાકમાં વધારાના 12 દસ્તાવેજની નોંધણી

તહેવારોના પગલે ભુજ સહિત જિલ્લાની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓના સમયમાં સાંજે એક કલાકનો વધારો કરાતાં હવે નિયત કરતાં વધારે સંખ્યામા દસ્તાવેજ નોંધણી થઇ શકશે. દીપોત્સવી પર્વોને લઇને જિલ્લા મથક ભુજ ઉપરાંત કચ્છની અન્ય સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી માટેના સમયમાં એક કલાકનો વધારો કરાયો છે. કોરોના મહામારી વચ્ચે લોકોની ભીડ ન થાય અને સામાજિક અંતર જળવાય તે માટે ટોકન પદ્ધતિથી દસ્તાવેજ રજિસ્ટર થઇ રહ્યા છે. ભુજના સબ રજિસ્ટ્રાર જયંતી ગોરે જણાવ્યું હતું કે, ભુજમાં બે કચેરીઓ આવેલી છે, જેથી અગાઉ એકમાં 35 એમ બે કચેરીઓમાં દરરોજના 70 દસ્તાવેજ રજિસ્ટર થતા હતા. દિવાળીના તહેવારોના પગલે ભુજ સહિત જિલ્લાની તમામ સબ કચેરીઓનો સમય સાંજે 5 વાગ્યાના બદલે હવે 6 વાગ્યા સુધીનો કરાયો છે, જે મુજબ હવે છેલ્લા એક કલાકમાં એક કચેરીમાં 6 એમ બંને કચેરીઓના મળીને દરરોજના વધારાના 12દસ્તાવેજ નોંધણી થઇ શકશે. અગાઉ ભુજમાં દરરોજના 70 દસ્તાવેજ રજિસ્ટર થતા હતા જેની સામે હવે આ આંક 82 પર પહોંચશે.

સમયના વધારા-ઘટાડા મુદ્દે ઉચ્ચ કક્ષાએથી કોઇ સુચના નથી
ભુજના સબ રજિસ્ટ્રાર જયંતી ગોરે જણાવ્યું હતું કે, ઓનલાઇન પધ્ધતિથી જે રીતે કામગીરી થાય છે તે મુજબ દસ્તાવેજ નોંધણી માટેના સોફ્ટવેરમાં એક કલાકનો સમય વધારાયો છે. વધુમાં એક કલાક વધારાની કામગીરી કેટલા સમય સુધી ચાલુ રખાશે તે અંગે કોઇ સુચના આવી નથી પરંતુ હવેથી બધું ઓનલાઇન છે, જેથી જે-તે કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે લોકોના ધસારા મુજબ સોફ્ટરવેરમાં ફેરફાર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો