સુવિધા:ચંગલેશ્વર મંદિરથી પ્રમુખસ્વામી નગર વાયા કચ્છ યુનિવર્સિટી સુધી 1 કરોડના ખર્ચે ડિવાઇડર, ફૂટપાથની સાથે સાઈકલ ટ્રેકની સુવિધા ઉમેરાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો સવાર સાંજ વોકિંગ સાથે સાઈકલિંગની પણ મજા લઈ શકશે

ભુજ શહેરમાં ચંગલેશ્વર મહાદેવ મંદિરથી પ્રમુખ સ્વામી નગર વાયા કચ્છ યુનિવર્સિટી સુધી 96 લાખ રૂપિયાના ખર્ચે ડિવાઈડર, ફૂટપાથ બનશે, જેમાં નાનકડા સાઈકલ ટ્રેકની સુવિધા પણ ઉમેરાશે. જેનું અાજે શુક્રવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન અાચાર્ય ખાતમુહૂર્ત કરવાના છે. અેવું નગરપતિઅે જણાવ્યું હતું.નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ બે વખત ટ્રેન્ડરિંગ પ્રક્રિયા થઈ હતી. પરંતુ, ટેકનિકલી ક્ષતિને કારણે અાગળ વધી ન હતી.

જે હવે પૂરી થઈ ગઈ છે અને 1.22 કરોડના ખર્ચની સામે 20 ટકા નીચા ભાવ અાવ્યા છે, જેથી 96 લાખ રૂપિયામાં કામ પૂરું થઈ જશે. ચંગલેશ્વર મંદિરથી કચ્છ યુનિવર્સટી થઈ પ્રમુખ સ્વામી નગર સુધીના ફૂટપાથને નવા રંગ રૂપ અપાશે. જેની પડખે નાનકડું સાઈકલ ટ્રેક પણ બનાવાશે, જેથી વહેલી સવારે અને સાંજે વોકિંગ માટે નીકળતા લોકોની સુવિધામાં પણ વધારો થશે. વોકિંગ માટેનું અેક અાકર્ષક સ્થળ બની રહેશે.

હિલગાર્ડનથી ખાવડા રોડ સુધી ડિવાઈડર
નગરપતિઅે વધુમાં જણાવ્યું હતું કે, હિલગાર્ડનથી છેક ખાવડા રોડ સુધીના માર્ગમાં િડવાઈડર જર્જરિત થઈ ગયા છે, જેથી અંદાજિત ખર્ચમાંથી બચેલા 26 લાખ જેટલી રકમમાંથી મરંમત થઈ જશે.
પુરુષોત્તમ પાર્કની ફરી નિવિદા બહાર પાડવી પડશે સરપટના નાકા અંદર અાવેલા પુરુષોત્તમ પાર્કનું 23 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન માટે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ હતી. પરંતુ, 8 ટકા જેટલા ઊંચા ભાવ અાવ્યા છે, જેથી ફરીથી નિવિદા બહાર પાડવી પડશે.

અન્ય સમાચારો પણ છે...