ધરપકડ:ભુજની ગાંધીનગરીમાંથી સાત ખેલી રૂા. 10,600 સાથે ઝડપાયા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાના કપાયામાં જુગારી ત્રિપુટી પોલીસની ઝપટે ચડી

ભુજ શહેરમાં ગાંધીનગરી વિસ્તારમાંથી પોલીસે જુગાર રમતા 7 ખેલીઓને ઝડપી લીધા હતા, જ્યારે મુન્દ્રા તાલુકાના નાના કપાયા ખાતેથી સ્થાનિક પોલીસે ગંજી પાનાનો જુગાર રમતા ત્રણ પરપ્રાંતીય યુવાનોને 3,550ની રોકડ સાથે દબોચી લીધા હતા.ભુજ શહેરમાં ગાંધીનગરી વિસ્તારમાં આવેલા શક્તિમાના મંદિર પાછળ જુગાર રમતા ખેલીઓ પ્રેમજી બાબુ દેવીપુજક, દેવજી કારાભાઇ વઢિયારા, વિનોદ નથુ દેવીપુજક, વિનોદ મણીલાલ દેવીપુજક, હીરાભાઇ સામત, કાન્તિભાઇ બાબુ દેવીપુજક અને મીઠુભાઇ નથુ દેવીપુજકને બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂા.10,600 તેમજ એક હજારની કિંમતના બે મોબાઇલ તેમજ 15 હજારની કિંમતનું બાઇક કબજે કરવામાં આવ્યું હતું.

તો બીજી તરફ મુન્દ્રા પોલીસે બાતમીના આધારે નાના કપાયા સ્થિત ઝીન્દાલ કોલોનીની ઓરડી બહાર છાપો મારી ખુલ્લામાં ગંજી પાનાંના જુગાર રમતા રોહિત બ્રીજવલ્લભ પંડીત (ઉ.વ.34 મૂળ-ઝાંસી) ધર્મેન્દ્રરાય રામપીડિતરાય યાદવ (43 -મૂળ યુપી)અને વીરેન્દ્ર નેમચંદ ગુપ્તા (35 મૂળ બિહાર હાલે સર્વે ઝીન્દાલ કોલોની-નાના કપાયા)ને 3,550 ની રોકડ રકમ સાથે આબાદ દબોચી લઇ આઈપીસીની કલમ જુગારધારા તળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...