તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:15 ઓગસ્ટથી નવા વાહનોની નોંધણીની સંપુર્ણ સત્તા વાહન વિતરકો પાસે રહેશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિના દિવસે મળતી આર.સી.બુક પણ હવે ડિલર જ પ્રિન્ટ કરી આપશે
  • ગાંધીનગર કમિશનર કચેરીમાં મળેલી મીટિંગમાં મહત્વના નિર્ણય લેવામાં અાવ્યા

અેફ.અે.ડી.અે. સાથે ગાંધીનગર કમિશનર અોફીસમાં ડિલરોની મીટિંગ મળી હતી, જેમાં 15 અોગસ્ટથી નવા વાહનના રજીસ્ટ્રેશનની સંપુર્ણ સત્તા ડિલરો પાસે રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આર.ટી.અો.ને કોઇ કાગળો મોકલવાના રહેશે નહીં તેમજ મહિના દિવસે મળતી આર.સી. બુક પણ ડિલર પ્રિન્ટ કરી વાહન માલિકને આપી શકશે. ઓએસડી, એએસએસટી સી.ઓ.ટી., સી.ઓ.ટી.ના કાયદાકીય સલાહકાર અને મોટા શહેરોના આર.ટી.ઓ. / એ.આર.ટી.ઓ સાથે ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીમાં મીટિંગ મળી હતી, જેમાં નવા વાહનોનું પેપરલેસ / ફેસલેસ નોંધણી પ્રક્રિયા કરાશે તેવો નિર્ણય લેવાયો હતો.

તો ટૂંક સમયમાં 15 અોગસ્ટ પહેલા વાહન નોંધણી માટેની પેપરલેસ / ફેસલેસ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. ડીલરશીપ પર અોનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવા પર વાહન માલિકને નોંધણી નંબર ફાળવવામાં આવશે. આરટીઓને કોઈપણ ડોકયુમેન્ટ મોકલવાની જરૂર નથી અથવા નોંધણી માટે આરટીઓ પાસેથી મંજૂરીની રાહ જોવી પડશે નહીં. તો ડીલર્સને વાહનની સાથે સાથે ગ્રાહકોને તરત જ આરસી બુક / સ્માર્ટકાર્ડ છાપવા અને સોંપવાનો અધિકાર આપવામાં આવશે. ડિલરો તરફથી સીઆરટીએમ વિના વેચાણ અથવા સીઆરટીએમ વિના અધિકૃત આઉટલેટ્સ પર વાહનનું પ્રદર્શન ન કરવા સૂચના અપાઇ છે.

તમામ મોટા શહેરોના આરટીઓ દ્વારા સી.ઓ.ટી.એ વિજિલન્સ અને આવા ડિલિવરી / વાહનોના પ્રદર્શનની ચેકીંગ શરૂ કરી છે અને ટ્રેડ સર્ટિફીકેટને સમાપ્ત કરવા સહિતની તમામ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા માટે આરટીઓને જાણ કરી છે જેની દરેક ડિલરોને ગંભીર નોંધ લેવાની સલાહ આપવામાં આવી છે.

રીફંડ પ્રક્રિયા ફાઇનાન્સ વિભાગમાં અટકી
ટેક્સ અને સરકારી ભરણાની રીફંડની પ્રક્રિયા બાબતે પણ ચર્ચા થઇ હતી, જેમાં રીફંડ મુદ્દે સીઅોટી અોફીસમાં કાઇ પેન્ડિંગ નથી, પરંતુ નાણા વિભાગમાં અટકી છે. ડિલર પાસેથી વિગતો લીધા બાદ સંકલન કરી નાણા સચીવને રજૂ કરવામાં આવતે તેવી વાત પણ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...