પરીક્ષા:22મી ડિસેમ્બરથી યુનિ. દ્વારા 3 સેમેસ્ટરની પરીક્ષા લેવાશે

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વર્ષમાં પરીક્ષા તારીખ હવે નક્કી થશે

દિવાળી વેકેશન ખુલતાની સાથે જ કોલેજ અને યુનિવર્સિટીઅોમાં પરીક્ષાની તૈયારીઅો શરૂ થઇ છે, અાગામી 22મી ડિસેમ્બરથી અન્ડર ગ્રેજયુઅેશનના સેમેસ્ટર 3 અને 5 તેમજ પોસ્ટ ગ્રેજયુઅેશનના 5માં સેમેસ્ટરની પરીક્ષાઅો શરૂ થશે. તો પ્રથમ વર્ષના છાત્રોનું અેડમિશન રાઉન્ડ હજુ ચાલુ હોવાને કારણે અાગામી સમયમાં પરીક્ષાની તારીખ નક્કી કરાશે.

કોરોનાની સ્થિતિ હવે થાળે પડી ગઇ હોવાથી કચ્છ યુનિવર્સિટી દ્વારા અાગામી 22મી ડિસેમ્બરથી પરીક્ષા લેવાનું શરૂ કરવામાં અાવશે અને કોરોના પહેલાની પદ્ધતી મુજબ જ પરીક્ષા લેવામાં અાવશે. મહામારીને કારણે અમુક અભ્યાસક્રમને પરીક્ષા અાપવા તેમજ અોનલાઇન અાપવાનો વિકલ્પ અપાયો હતો. અન્ડર ગ્રેજયુઅેશનના સેમેસ્ટર 3 અને 5 તેમજ પોસ્ટ ગ્રેજયુઅેશનના 5માં સેમેસ્ટરની પરીક્ષા 22મીથી શરૂ કરવામાં અાવશે. નોંધનીય છે કે, કોરોના મહામારી અને અભ્યાસક્રમના સમયગાળામાં ફેરફાર થયો હોવાને કારણે છાત્રોનું શિક્ષણ ડખે ચડી ગયું છે તેમજ અધુરા-સધુરા કોર્ષ પૂર્ણ થયા હોવા છતાંય પરીક્ષા લઇ લેવામાં અાવતી હોવાનો પણ વિદ્યાર્થી સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...