ચુકાદો:ભુજના ચોથા અધિક સેશન્સ જજનો ધાક બેસાડતો ચુકાદો, દૂધ મંડળીના પ્રમુખ પાસે રૂ.30 હજારની લાંચ લેનારને ચાર વર્ષની સજા

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષ પહેલાં ભુજના ફરિયાદી પાસેથી લાંચ લીધી હતી

આજથી પાંચ વર્ષ પૂર્વે તા. 22 ડિસેમ્બર 2017ના રોજ દૂધ ઉત્પાદન સહકારી મંડળી લી.ના પ્રમુખ પાસેથી આરોપી શોકતહુસેન જેમલભાઈ હલારીએ સ્પેશિયલ ઓડિટ (દૂધ)ની કામગીરી કરી આપવા માટે રૂ. 30 હજારની લાંચ લેતા પકડાઈ ગયો હતો. જેના વિરુદ્ધ એ.સી.બી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો તળે ગુનa નોંધાયો હતો. આ કેસ આજે ભુજની ચોથા અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને ચાર વર્ષની સખ્ત કેદ અને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કોર્ટ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુશાર આ કામના આરોપીએ રાજ્યસેવકનો ગેરલાભ ઉઠાવી ગેરકાયદે ગેરવર્તણૂક દ્વારા ભરષ્ટાચાર આચરી ફરિયાદી પાસેથી રૂ. 30 હજાર લાંચ લીધી હોવાનું ભુજની એ.સી.બી કોર્ટમાં 6 સાક્ષી અને 64 દસ્તાવેજી પુરાવાના આધારે સાબિત થયુ હતું. જેથી ભુજના ચોથા અધિક સેશન્સ જજ સી.એમ. પવાર દ્વારા તકસીરવાન ઠરેલ ગુનેગારને કલમ 13 (1) ઘ અને 13 (2) હેઠળ ચાર વર્ષની સખ્ત કેદ અને રૂ. 10 હજારનો દંડ તેમજ જો દંડની રકમ ના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારવા આવી હતી.

ધાક બેસાડતા આ ચુકાદાના પગલે ભ્રષ્ટ સરકારી બાબુઓમાં જરૂર ભય પ્રસરી જવા પામ્યો હશે. સરકાર તરફી હાજર રહેલા અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ધારદાર દલીલો રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...