અનુદાન:કચ્છમાં 90 ટકા લાભાર્થીઓને મફત અનાજ વિતરણ કરાયું

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ડેટા એન્ટ્રી ચાલુ હોઇ, ટકાવારી વધવાની શક્યતા

કચ્છના એન.એફ.એસ.એ. (એ.એ.વાય. તથા પી.એચ.એચ.) તથા નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ. 2,72,425 કાર્ડધારકોને તા.17/5થી રૂટીન રાશન સાથે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ પણ અલગથી રાશન આપવામાં આવ્યું હતું. એન.એફ.એસ.એ. તથા નોન એન.એફ.એસ.એ.બી.પી.એલ.કાર્ડ ધારકોને તા.17/5થી તા.27/5 સુધી સંબંધિત વાજબી ભાવની દુકાનો પરથી રાશન આપવામાં આવ્યું હતું. નિર્ધારિત દિવસો દરમ્યાન એન.એફ.એસ.એ. કાર્ડ ધારકોને 90 ટકા તો નોન એન.એફ.એસ.એ. લાભાર્થીઓને 70 ટકા અનાજ વિતરણ કરાયું હતું. અનાજ વિતરણની તમામ કામગીરી પૂર્ણ કરાઇ છે પરંતુ હજુ ડેટા એન્ટ્રી બાકી હોઇ હજુ ટકાવારી વધવાની શક્યતા સેવાઇ રહી છે. વધુમાં એન.એફ.એસ.એ. (એ.એ.વાય. તથા પી.એચ.એચ.) તથા નોન એન.એફ.એસ.એ. બી.પી.એલ. 2,72,425 કાર્ડધારકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ અગાઉ જે રીતે દર મહિને જે રાશનનો જથ્થો મળતો હતો તે તો મળ્યો જ હતો તેની સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા અને કુટુંબ દીઠ એક કિલો દાળ પણ આપવામાં આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી એસ.એમ. કાથડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...