ક્રાઇમ:બોડી મસાજ અને સ્પાના નામે બિલ્ડર સાથે 43.31 લાખની ઠગાઇ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રેન્ડશીપ કલબમાં મહિલા સભ્યોની નોંધણી બાદ સારા વળતરની લાલચ આપી
  • 18 મોબાઇલ નંબરો, બેન્ક એકાઉન્ટ નં. અને મેઇલ આઇડી ધારક સામે ગુનો

ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા અને બોડી મસાજ સ્પાના નામે ભુજના બિલ્ડર સાથે ચીટર ટોળકીની 5 મહિનામાં સહિત અજાણ્યા શખ્સોએ રજીસ્ટ્રેશન તેમજ અલગ અલગ તરકીબથી ટૂકડે ટૂકડે 43,31,160 જેટલી માતબર રકમની ઠગાઈ કરી હોવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. ભુજ એ ડિવિઝન પોલીસે ભોગબનારે અજાણ્યા 18 જેટલા મોબાઈલ ધારકો અને બેંક ખાતાના ધારક અને ઈમેઈલ આઈડીના ધારક સામે છેતરપીંડીનો ગુનો નોંધાવ્યો છે.

મુળ આદિપુરના અને હાલમાં માધાપરમાં રહેતા અને ભુજ જ્યુબીલી ગ્રાઉન્ડ પાસે એચડીએડસી બેન્કની બાજુમાં કન્ટ્રકશનના વ્યવસાયની ઓફિસ ધરાવતા જીતેન્દ્રકુમાર જયંતીલાલ સોરઠીયા (ઉ.વ.34)એ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, બનાવ ગત 14 જુલાઇ 2020થી 16 સપ્ટેમ્બ 2020 દરમિયાન બન્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રથમ તેમના મોબાઇલ પર ‘આજની સ્પેશિયલ ઑફર.. ફૂલ બૉડી મસાજ એન્ડ સ્પા.. સ્પેશિયલ પ્રાઈસ. 1 મહિનાની મેમ્બરશીપ માટે હમણાં જ ફોન કરો.. શિવાની શાહ..’ એ પ્રમાણે મેસેજ આવ્યો હતો. ફરિયાદી જીતેન્દ્રભાઈએ મેસેજમાં જણાવેલ નંબર પર સંપર્ક કરતા તેઓને ફન કલબ નામની કંપની વિશે માહિતી અપાઈ હતી અને જો ફરિયાદી કલબમાં જોડાય અને મહિલા મેમ્બરો સાથે મિટીંગ કરાવશે અને જો ફરિયાદી તેઓને શારીરિક રીતે ખુશ કરશે તો ફરિયાદીને સારૂં વળતર મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીનું મહિલા મેમ્બરો સાથે સંપર્ક પણ કરાવાયો હતો અને કલબમાં રજીસ્ટ્રેશન તથા અલગ અલગ બહાના હેઠળ બેંક ખાતા મારફતે અને આંગડીયા વડે 4 રૂપિયા મેળવી લેવાયા હતા. આ પેટે ફરિયાદીને વળતર સ્વરૂપે ૬પ લાખ તથા હાર્લી ડેવિડસન બાઈક આપવાની લાલચ પણ અપાઈ હતી. વધુ રૂપિયા અને બાઈક મેળવવાની લાલચે જીતેન્દ્રભાઈએ કલબમાં 43,31,160 રૂપિયા ભર્યા પરંતુ વળતર પણ ન મળ્યું અને રૂપિયા પણ પરત ન મળતા ઠગાઈ થયાનું ધ્યાને આવતા છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો તળે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં 18 જેટલા મોબાઈલ ધારકો અને બેંક ખાતા નંબર અને ઈમેઈલ આઈડીના ધારક સહિત ર૦ જણાઓ વિરૂધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે બનાવની નોંધ લઇ પીઆઇ એમ. આર. બારોટે આગળની તપાસ હાથ ધરી છે.

ભુજની બે લલનાએ લલચાવ્યો એકએ 25 લાખ આપવાનું વચન આપ્યું
ભુજની ક્વિજા પટેલ નામની યુવતી સાથે વાચચીત થતાં વિઝીટીંગ કાર્ડ અને હોટલ બુકિંગ તેમજ પ્રાઇવસી લીંકના નામે 1,59,500 ભરાવ્યા, બાદમાં ભુજની પ્રેક્ષા ઠકકર સાથે ફોન કોન્ટેક્ટ થયો તેણીએ ફરિયાદને મીટીંગ વખતે 25 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું અને ડીપોઝીટના 7 લાખ મળી 32 લાખ આપવાની વાત કરી હતી. જેમાં ક્લબનું ગ્રીન કાર્ડ કઠાવી લેવા જણાવ્યું હતું.બાદમાં ફરિયાદીના એકાઉન્ટ નંબર મેળવીને ટેક્ષ પેટે 9.10 લાખ જમા કરાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...