છેતરપીંડી:નાગોર પાસેની વાડીના ખેડુત સાથે 4 ભેંસના સોદામાં 1.93 લાખની ઠગાઇ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરના છાપીની મહિલાએ 2.95માં ખરીદી, 97 હજાર જ આપ્યા
  • આરોપણ વિરૂધ છ માસ બાદ ભુજ બી ડિવિઝન પોલીસમાં નોંધાયો ગુનો

મુળ ભુજ તાલુકાના સુમરાસર ગામના અને હાલ નાગોર રોડ પર વાડી ધરાવતા ખેડુત પાસેથી પાલનપુર મજાધર છાપીની મહિલાએ 4 ભેંસો રૂપિયા 2.95 લાખમાં ખરીદી કર્યા બાદ 97 હજાર પરત આપી બાકીના રૂપિયા 1.93 હજાર ન આપીને વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આરોપણ મહિલા વિરૂધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી રણછોડભાઇ વાલાભાઇ કેરાસીયા (આહીર)એ ફરિયાદમાં જણાવ્યું છે. કે, બનાવ ગત 29 ઓગસ્ટ 2021ના તેમની નાગોર રોડ પર આવેલી વાડીમાં બન્યો હતો. ફરિયાદી ખેતી વાડી સાથે ભેંસ વેચવાનો વેપાર કરતા હોઇ તેમની વાડીએ ભેંસ ખરીદી કરવા પાલનપુરના છાપી મજાધર ગામના દુલુબેન ઉર્ફ ડોલીબેન રમેશભાઇ રાજપુત નામની મહિલા અને તેની સાથે ભીખીબેન કરીને એક અન્ય મહિલા ફરિયાદીના ઓળખીતા બહેન સાથે આવ્યા હતા. અને ભેંસો ખરીદવા ઇચ્છા દર્શાવી હતી.

ફરિયાદીએ તેમની પાસે રહેલી 4 ભેંસો ડોલીબેનને રૂપિયા 2 લાખ 95 હજારમાં આપી હતી. ત્યારે આરોપણ બહેને ભેંસો છાપી પહોંચાડશો ત્યારે રૂપિયા આપવાનું નકી કર્યું હતું. ફરિયાદીએ ભેંસો પહોંચાડવા માટે જીપનું ભાડું 25 હજાર નકી કરીને ચાર ભેંસો ગત 30 ઓક્ટોબરના છાપી આરોપણને ત્યાં પહોંચાડી હતી.

બાદમાં આરોપ મહિલાએ રોકડા ન હોવાનું જણાવીને રોકડ રૂપિયા 90 હજાર અને બે જીપના ચાલકો વચ્ચે 7 હજાર આપ્યા હતા. અને એક કાંકરેજી ગાય તથા બાકીની રકમ સોમવારે આંગડીયા મારફતે મોકલાવાની વાત કરી હતી. ફરિયાદી ને રૂપિયા ન આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. બી ડિવિઝન પોલીસે આરોપણ મહિલા વિરૂધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

​​​​​​​પોતાના નામનો જ ચેક આપી ખૂડુતને બનાવ્યો ઉલુ
ફરિયાદી ખેડૂતે બાકીના નાણા માટે માગણી કરતા આરોપણ મહિલાએ છાપી બનાસ બેન્કના એકાઉન્ટનો પે ટુમાં પોતાનું નામ લખી 71 હજારનો ચેક આપ્યો હતો. ફરિયાદી ખેડૂતને અક્ષર જ્ઞાન ન હોવાથી એ ચેક પણ ફરિયાદી માટે બોગસ નીકળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...