છેતરપિંડી:કંડલા પોર્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી માધાપરના યુવાનો સાથે 1.81 કરોડની ઠગાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • આરોપીની માધાપર પોલીસે ધરપકડ કરીને કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા
  • નાણા​​​​​​​ પડાવીને નોકરી ન અપાવનાર શખ્સ વિરૂદ્ધ માધાપર પોલીસ મથકમાં નોંધાયો ગુનો

કંડલા પોર્ટમાં ગોડાઉન મેનેજર સહિતની ખાલી જગ્યાઓ પર નોકરી અપાવી દેવાની લાલચ આપીને માધાપરના 4 યુવકો સાથે માધાપરના જ શખ્સે 1.81, 10,000 જેટલી માતબર રકમ તબકાવાર મેળવી લઇ નોકરી કે નાણા પરત ન આપતાં આરોપી વિરૂધ માધાપર પોલીસ મથકમાં વિશ્વાસઘાત છેતરપીંડીનો ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાતાં આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ અદાલતે મંજુર કર્યા છે.

માધાપર નવાવાસમાં ટોકરીયાવાડી નિલકંઠનગરમાં રહેતા અતુલ રમેશગર ગુસાઇએ માધાપર પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ ગત જુન 2018થી માર્ચ 2021 દ રમિયાન અલગ અલગ સમયે બન્યો હતો. માધાપર જુનાવાસમાં ખાનાચોકમાં રહેતા ઇમરાનબીન કાસમ શેખ નામના યુવકે ફરિયાદીને કંડલા પોર્ટમાં ગોડાઉન મેનેજર તરીકે નોકરી અપાવવાની લાલચ આપીને હતી. તેમજ ફરિયાદીના સગા સબંધીઓને અન્ય ખાલી જગ્યાઓ પર સરકારી નોકરી અપાવી દેવાનું કહી ફરિયાદીની માધાપર ખાતે આવેલી અનમોલ બેકરીની દુકાનેથી તેની પાસેથી અલગ અલગ સમયે રોકડા રૂપિયા 53 લાખ 16 હજાર મેળવી લીધા હતા.

તેમજ તેના સબંધીઓ પાસેથી નોકરી આપવાની લાલચે ટુકડે ટુકડે રૂપિયા 1 કરોડ 27 લાખ 94 હજાર જેટલી રકમ મેળવીને કુલ ફરિયાદી સહિત 4 લોકો પાસેથી 1 કરોડ, 81 લાખ 10 હજાર પડાવી લીધા હતા. આરોપીઓએ ફરિયાદી સહિતનાઓને આરોપીએ કંડલા પોર્ટના સહી સિક્કા સાથેના આધાર પૂરાવાઓ બોગસ હોવા છતાં ખરા તરીકે બતાવીને વિશ્વાસમાં લઇ છેતર્યા હતા માધાપર પોલીસ મથકના મહિલા ઇન્સ્પેકટર વાય.એન.લેઉઆએ આરોપી ઇમરાનબીન કાસમ સમા (ઉ.વ.43)ની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

બીજા કેટલા છેતરાયા છે, પોલીસ દ્વારા પૂછતાછ
રિમાન્ડ દરમિયાન આરોપીએ અન્ય કોઇને નોકરીની લાલચે છેતર્યા છે કે, કેમ તેમજ તેની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલ છે. તે સહિતની સઘન પુછતાછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...