ધરપકડ:ઝીંકડીના ખેતરમાંથી લાખ રૂપિયાનો એરંડો ચોરી બોલેરોમાં વેંચવા આવતા ચાર પકડાયા

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગોર ફાટક પાસે બાઇકથી પેટ્રોલિંગ કરતા બે પકડાયા બાદમાં બોલેરો પણ આવી પહોંચી
  • ખેડૂતોને રાતના ઉજાગરા કરાવનારા એરંડા ચોર ટોળકી અંતે ઝડપાઇ

દસેક દિવસ પુર્વે ઝીંકડી ગામના ખેતરમાંથી રાતના સમયે એરંડાનો જથ્થો ચોરી થયો હતો, જે પાકનો જથ્થો વેંચવા માટે એક બાઇકથી પેટ્રોલિંગ કરી નાગોર ફાટક પાસેથી નિકળવાના છે તેવી બાતમી આધારે એક બાઇકને એલસીબીએ રોકાવ્યો હતો, બાદમાં બોલેરો પણ પહોંચી આવી હતી. પાકના જથ્થા અંગે બિલ કે આધાર પુરાવાની માંગણી કરતા ચારેય જણા ભાંગી પડયા હતા. આહીર પંથકમાં રાયડો-એરંડાની ચોરી કરતી ગેંગ પકડાઇ ગઇ હતી.

એલસીબીની ટીમ નાગોર ફાટક પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક બાઈક આવતા તેને રોક્યો હતો. બાઇક ચાલકે પોતાનું નામ સાહિલ રફીક શેખ (રહેવાસી ચાંદ ચોક ભુજ) વાળો હોવાનું કહ્યું હતું. બાદમાં બાતમી વાળી એક બોલેરો પીકપ ગાડી આવતા તેને રોકાવી હતી જેમાં એરંડાની બોરીઓ ભરેલી હતી.

બોલેરોમાંથી ઇકબાલ સુલેમાન મમણ (રહેવાસી નાના વરનોરા), અલાના અયુબ મમણ (રહેવાસી નાના વરનોરા) અને ત્રિકમ હરિભાઈ કુવાડીયા (રહેવાસી ધંગ્ર) વાળા પાસેથી એરંડાના આધાર પુરાવા કે બિલની માગણી કરતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યું ન હતું. એરંડાના જથ્થા અંગે પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછતા દસેક દિવસ પહેલા ઝીંકડી ગામમાં ખેતરમાંથી ચોર્યા હોવાની કબુલાત કરી હતી અને આ જથ્થો વેચવા માટે જઈ રહ્યા હોવાની કેફીયત આપી હતી.

પોલીસે બોલેરો-પીકઅપ કિંમત અઢી લાખ, મોટરસાયકલ કિંમત 70000 અને એરંડાની બોરી 99750, રોકડા 1,20,000 અને ત્રણ મોબાઇલ કિંમત 5500 વર્ષો મળી કુલ 5,45, 750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીની ટીમે માધાપર અને પદ્ધર પોલીસ મથકે નોંધાયેલા ત્રણ ગુના ડિટેક્ટ કરી ચારની અટકાયત કરી હતી. તો એક આરોપી અગાઊ પદ્ધર પોલીસ મથકે નોંધાયેલા ગુનાનો આરોપી હોવાનું એલસીબીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...