તપાસ:ભુજમાં છરી-ધોકાથી હુમલાના બે બનાવમાં ચાર લોકો ઘાયલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની રાવલવાડી અને ખત્રી ચોકની ઘટના

ભુજના જુની રાવલવાડી તથા ખત્રી ચોકમાં અલગ અલગ છરી અને ધોકાથી હુમલાના બે બનાવોમાં 4 લોકોને ઇજા પહોંચી હતી. સામે 4 હુમલાખોરો વિરૂધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ખત્રીચોક ખાતે માલવાણી ફળિયામાં રહેતા તનીસભાઇ જીતેન્દ્રભાઇ ગોરનો ભત્રીજો દર્શન દિપકભાઇ ગોર તેની પત્નિને માર મારતો હોઇ તનીસભાઇ બન્નેને છોડાવવા દર્શનને માર મારતાં હતા ત્યારે તનીસભાઇનો દિકરો ત્યાં આવી જતાં દર્શને તનીસભાઇના દિકરા વિવેક (ઉ.વ.26)ને ગોઠણના ભાગે છરીનો ઘા મારી ઇજા પહોંચાડતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

તો, અન્ય એક બનાવમાં જુની રાવલવાડી ખાતે ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા લખમશી ધનજીભાઇ બળીયા (ઉ.વ.45), રમેશ લખમશી બળીયા (ઉ.વ.16) અને જયાબેન લખમશી બળીયા (ઉ.વ.17)ના ઘરે આવીને ખેતાભાઇ અને તેના બે જમાઇઓએ ધોકા તેમજ ગડદાપાટુનો માર મારીને ત્રણેય જણાઓને ઇજા પહોંચાડતાં એ ડિવિઝન પોલીસે બનાવની જાણવા જોગ નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...