તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છમાં કોરોનાના નવા ચાર સંક્રમિત: વધુ 18 સાજા થયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

કચ્છમાં શનિવારે કોરોનાના નવા 4 સંક્રમિતોનો ઉમેરો થયો છે અને 18 દર્દીઅો સાજા થઈ ગયા છે, જેથી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લા વહીવટી તંત્રની અખબારી યાદી મુજબ શહેરોના 2 સંક્રમિતોમાંથી અંજાર અને ભુજના 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાના 2 સંક્રમિતોમાંથી ભુજ, મુન્દ્રાના 1-1 કેસનો સમાવેશ થાય છે.

હોસ્પિટલમાં હવે 71 દર્દી સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 12574 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 12391 દર્દી સારવાર દરમિયાન સાજા પણ થઈ ગયા છે. 282 દર્દી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.

મુન્દ્રાની મહિલાને મ્યૂકરમાઇકોસિસ, જીકેમાં દાખલ
ભુજ :
કચ્છમાં કોરોનાની જેમ હવે મ્યૂકરમાઇકોસિસના કેસ ઘટી રહ્યા છે તે વચ્ચે મુન્દ્રાની મહિલાને આ બીમારીના લક્ષણ જણાતા ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઇ છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુન્દ્રાના મહિલાને શસ્ત્રક્રિયા બાદ ફૂગનો રોગ લાગુ પડતાં શનિવારે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, તેનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હોવાનું જાણવા મળ્યું હતું. હોસ્પિટલમાં હાલે સારવાર લઇ રહેલા દર્દીની સંખ્યા 10 પર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, જીકેમાં અત્યાર સુધી મ્યૂકરમાઇકોસિસના 41 દર્દીને સારવાર આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...