હુમલાના બનાવ:ભુજ શહેર-તાલુકામાં હુમલાના ચાર બનાવમાં ચારને ઇજા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હતભાગી મહિલા સહીત તમામ જી. કે. માં સારવા હેઠળ દાખલ

ભુજ શહેર અને તાલુકામાં બે-બે મારામારીના બનાવમાં અેક મહિલા સહિત ચારને ઇજાઅો પહોંચી હતી. સામાન્ય બોલાચાલી મુદ્દે થયેલા હુમલાના બનાવમાં ચારેયને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભુજના અાશાપુરા નગર પાસે શાંતીનગરમાં સમાવાસમાં રહેતા હનીફ સમા (ઉ.વ.25) પોતાના ઘર પાસે ઉભો હતો ત્યારે હિમત દામા જોગી અને જીલુ દામા જોગીઅે કહ્યુ કે, અત્યારે રોડ પર શુ કરે છે તેમ કહી બોલાચાલી કરી પાઇપ વડે માર મારી ઇજાઅો પહોંચાડતા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

બીજી તરફ, શહેરના જુના રેલવે સ્ટેશન નજીક ખાદીબાગ પાસે રહેતો શંભુ દિનદયાળ પ્રજાપતી (ઉ.વ.34) સવારે 11 વાગ્યે જુના બસ સ્ટેશન પાસે હતો ત્યારે પાણીપુરીની લારી રાખવા બાબતે પાૈવાની લારીવાળાઅે છરી બતાવી માર મારતા ઇજાઅો પહોંચી હતી. જે અંગે અે ડિવિઝન પોલીસે અાગળની તજવીજ હાથ ધરી હતી.

ભુજ તાલુકાના અજરખપુર ગામે રહેતા ગુલામશા કાદરશા ખત્રી (ઉ.વ.24) રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અ. કાદર સાલે, શાબીર ખત્રી, સીકંદર અને રફીકઅે અાવીને કહેલ કે, અહીંયા શા માટે અાવ્યો છે અને શું કામ છે તેમ કહી ગાળો બોલી હતી, ગાળો બોલવાની ના બોલતા હતભાગીને માર મારી ઇજાઅો પહોંચાડી હતી. જે અંગે પદ્ધર પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, લાખોંદ ગામે રહેતા શાંતાબેન કિશોરભાઇ કોલી (ઉ.વ.25) ના છોકરા સાથે અરવીંદ મામદ કોલી બોલાચાલી કરતો હોઇ તેને ના પાડતા ઉશ્કેરાઇ જઇ માર મારતા છાતીના ભાગે ઇજાઅો પહોંચી હતી. જે અંગે પદ્ધર પોલીસે અાગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...