તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છમાં ચાર દિવસ બાદ વધુ એક દર્દી કોવિડથી સંક્રમિત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પખવાડિયા બાદ સક્રિય દર્દીની સંખ્યા ફરી બે થઇ

કચ્છમાં ચાર દિવસના વિરામ બાદ વધુ એક દર્દી કોવિડથી સંક્રમિત થયો હતો. બીજી બાજુ એક પખવાડિયા બાદ સક્રિય દર્દીનો આંક ફરી બે પર પહોંચ્યો હતો. મંગળવારે કરાયેલા આરટીપીસીઆર ટેસ્ટમાં ભુજ તાલુકાના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ચાલુ માસે 19 તારીખ સુધી એક સપ્તાહ માટે કોરોના મુક્ત બનેલા જિલ્લામાં ગત ગુરૂવારે એક દર્દી કોવિડ પોઝિટિવ હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું હતું. ચાર દિવસ બાદ ફરી ભુજ તાલુકાના એક દર્દીને કોરોના હોવાનું તંત્ર દ્વારા પાઠવાયેલી યાદીમાં જણાવાયું હતું. આમ આ બંને દર્દી હાલે હોસ્પિટલમાં સારવાર તળે હોતાં સક્રિયનો આંક ફરી એકવાર બે પર પહોંચ્યો છે. આગામી સપ્તાહમાં કેસ વધશે તો એક્ટિવનો આંકડો પણ વધવાની સંભાવના છે.

13973 લોકોએ વેક્સિન લીધી
મંગળવારે કચ્છમાં 13973 લોકોએ કોરોના સામે રક્ષણ આપતી રસી મુકાવી હતી. સૌથી વધુ ભુજ તાલુકામાં 2669 અને સૌથી ઓછા લખપત પંથકમાં 303 લોકોએ વેક્સિન લીધી હતી. અત્યાર સુધી 9 લાખ 28 હજાર 338 લોકોએ કોવિડ વિરોધી રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...