વ્યવસ્થા:રસાયણશાસ્ત્ર માટે બીજી વખત ફોર્મ ભરી શકાશે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છ યુનિવર્સિટીમાંથી બી. એસ. સી. પાસ થયેલા વિદ્યાર્થીઓએ રસાયણશાસ્ત્ર ભવન ખાતે પ્રથમ સેમેસ્ટરમાં આવેદન પત્ર ભરેલ ન હોય તે માટે બીજો પ્રયત્ન જારી કરાયો છે. અનુ. જનજાતીના વિદ્યાર્થીઓ પત્ર ભર્યા બાદ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે.

અનુસુચીત જનજાતીના જેમણે બીએસસી કચ્છ યુનિવર્સિટીમાંથી પાસ થયેલા હોય જેમને રસાયણ શાસ્ત્ર ભવનમાં પ્રથમ આવેદન પત્ર ભર્યું ન હોય તો બીજા પ્રયત્ન માટે તા. 31-8થી 03-09 સુધી કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે ફોર્મ ભર્યા બાદ તા. 4ના સાંજે મેરીટ યાદી જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...