તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત સર્જનારા મુન્દ્રા પોલીસની કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં ભુજના 8મા અધિક સેશન્સ જજે સમાઘોઘાના પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાની આગોતરા જામીનની અરજી નામંજૂર કરી હતી. સમાઘોઘા ગામના જ બે ગઢવી યુવાનોની મુન્દ્રા પોલીસે શકના આધારે કરેલી અટકાયત દરમિયાન બન્ને પર થયેલા અતિશય અત્યાચારને પગલે મોત થતાં હોબાળો મચી ગયો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 9 વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.
તેમાંના એક આરોપી એવા ગામના પૂર્વ સરપંચે કરેલી આગોતરા જામીન માટેની અરજીની સુનવાણી બુધવારે હાથ ધરાતાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી તથા મૂળ ફરિયાદી પક્ષ (ગઢવી સમાજ)ના વકીલો દેવરાજભાઇ ગઢવી તથા આર. એસ. ગઢવીએ ધારદાર દલીલો કરી હતી. પોલીસ તરયથી નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલે 28 પાનાનું સોગંદનામું સરકારી વકીલ મારફત રજૂ કર્યું હતું. આઠમા અધિક સેશન્સ જજ બી. જી. રાણા સમક્ષ થયેલી આ તમામ રજૂઆતોમાં ગુનાની ગંભીરતા દર્શાવવા સાથે સમાઘોઘાના બે હતભાગી યુવાનોની પૂછતાછ, કેસની તપાસ વખતે પોલીસ સાથે સતત હાજર રહેલા પૂર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવાયા હતા, તેમજ ગામની સીમમાં એક કંપની પાસેની લગડી જેવી જમીન આ બે વાડી હત્યામાં કારણભૂત હોવાનો અંગુલી નિર્દેશ કરાયો હતો. સરકારી અને ફરિયાદ પક્ષના વકીલોની દલીલોને ધ્યાને લઇને ન્યાયધીશ બી. જી. રાણાએ પૂર્વ સરપંચની આગોતરા જામીન માગણી ફયાવી દીધી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.