તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમાઘોઘા કસ્ટોડિયલ ડેથમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ મુખ્ય સુત્રધાર એવા માજી સરપંચ જયવીરસિંહ જાડેજાની લોનાવલાથી ધરપકડ કરી છે. જમીન પ્રકરણ મુદ્દે હત્યા થઇ હોવાની ચર્ચા વચ્ચે તેની અટકાયત થતા અનેક સવાલોના જવાબ પરથી હવે પડદો ઉચકાવાની શક્યતા છે. મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામના ત્રણ યુવાનોને કસ્ટડીમાં લીધા બાદ ઢોર માર મારવામાં આવતા બે યુવાનોના મોત નિપજયા હતા. જેમાં પોલીસ ઇન્સ્પેકટર અને જીઆરડી જવાનની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
પશ્ચિમ કચ્છ એલસીબીની ટુકડીએ મુંબઇના લોનાવલાથી સમાઘોઘાના પુર્વ સરપંચ જયવીરસિંહ જાડેજાને દબોચી લઇ મોડી સાંજે અટકાયત કરી હતી. એ દરમિયાન પોલીસે આરોપીઓને સહારો આપનાર બે ઇસમોની તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગફુરશી ઠાકોરની તેમના વતન થરાદથી ધરપકડ કરી હતી. આમ, સમાઘોઘા કસ્ટોડિયલ ડેથમાં ધરપકડનો આંક પાંચ થયો છે. નોંધનીય છે કે, યુવકોની હત્યા પાછળ જમીન પ્રકરણ અને નર્મદાની કેનાલ માટે હક્ક જતો તેમજ સંમતિપત્ર મુળભુત કારણ હોવાની ચર્ચાઓ વહેતી થઇ હતી.
નર્મદા કેનાલ માટે જમીન ફાળવણી કરવાનો ઠેકો માજી સરપંચ જયવીરસિંહ જાડેજાએ લીધો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ઼ હતું. આ યુવાનો સરપંચના તાબે થતા ન હોવાથી તેમને ચોરીના બનાવમાં ઉઠાવી લઇ ઢોર માર મારવામાં પોલીસને હાથો બનાવાયો હોવાના આક્ષેપ થયા હતા. એક યુવાન મોતને ભેટયો હતો તે દરમિયાન તેની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો ત્યારે તેમના આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી જે નામંજુર થઇ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.