​​​​​​​વિરોધનો નવો અભિગમ:પૂર્વ વિપક્ષીનેતાએ નગરપતિને ભુજપવા મોકલ્યું કચરાના બોક્સનું સંપેતરું !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિને 45 લાખ ખર્ચવા છતાં ભુજ શહેર કચરા નગરીનો આક્ષેપ
  • આજે પાલિકા પ્રમુખને હાલના વિપક્ષીનેતા સુપરત કરશે

ભુજ શહેરના 11 વોર્ડમાંથી ફર્યા બાદ ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષીનેતાઅે દરેક વોર્ડમાંથી અેકઠો કરેલો કચરો મિઠાઈના બોક્સમાં નમૂના રૂપે પેક કર્યો હતો અને નગરપતિને સંપેતરું પહોંચાડવા હાલના વિપક્ષીનેતાને સુપરત કર્યું હતું, જેથી અાજે કોંગ્રેસી નગરસેવકો અને કાર્યકરો પ્રમુખને કચરા બોક્સની અર્પણ વિધિ કરશે.ભુજ નગરપાલિકાના પૂર્વ વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા પાસે હાલના કોંગ્રેસી નગરસેવકો પહોંચ્યા હતા અને શાસક ભાજપ દ્વારા શહેરમાં સફાઈની ઉપેક્ષા કરાતી હોવાની ફરિયાદ કરી હતી, જેથી પૂર્વ વિપક્ષીનેતા હાલના કોંગ્રેસી નગરસેવકો અને કાર્યકરોને લઈને શહેરના 11 વોર્ડમાં ફર્યા હતા.

ઠેરઠેર કચરાના ઢગ બતાવતો વીડિયો પણ ઉતાર્યો હતો, જેમાં પૂર્વ વિપક્ષીનેતાઅે અાક્ષેપ કર્યો હતો કે, ભુજ નગરપાલિકાના શાસક ભાજપ દ્વારા પ્રજાના 45 લાખ રૂપિયાનો દર મહિને સફાઈ પાછળ ખર્ચ બતાવે છે. પરંતુ, શહેરમાં ક્યાંય સફાઈ નજરે પડતી નથી. બોલકા નગરપતિ માત્ર વાતો કરે છે.

અેમના દાવાની પોલ પાધરી કરીઅે તો માત્ર અેજ સાચા છે અને વિપક્ષી નગરસેવકો ખોટા છે અેવા પોકળ દાવા પણ કરે છે, જેથી શનિવારે નગરપતિ ઘનશ્યામ અાર.​​​​​​​ ઠક્કરને મિઠાઈના બોક્સમાં મોકલેલા કચરાના નમૂનાનું સંપેતરું પહોંચાડવા હાલના વિપક્ષીનેતા કાસમ સમાને સુપરત કરું છું. ​​​​​​​શહેરના 11 વોર્ડ ખૂંદી વળવાના કાર્યક્રમમાં વોર્ડ નંબર 1ના કાસમ સમા, મહેબૂબ સમા, અાઈસુબેન સમા, મરીયમબેન સમા, વોર્ડ નંબર 2ના હમીદ સમા, વોર્ડ નંબર 10ના ફાલ્ગુનીબેન ગોર ઉપરાંત અંજલિ ગોર, હાસમ સમા, ફકીરમામદ કુંભાર, કિશોરદાન ગઢવી, મુસ્તાક હિંગોરજા જોડાયા હતા.

ગટરની ચેમ્બરના ઢાંકણા તૂટી ગયા, લોકોઅે વૃક્ષની ડાળીઅો મૂકી
વિપક્ષે અાક્ષેપ કર્યો હતો કે, ભુજ શહેરમાં ગટરના ઢાંકણા તૂટી ગયા છે. અાવતા જતા લોકો પડી ન જાય અે માટે જાગૃત નાગરિકો વૃક્ષની ડાળીઅો મૂકી જનતાનું ધ્યાન ખેંચે છે, જેથી જીવનો જોખમ ટાળી શકાય.

અન્ય સમાચારો પણ છે...