તપાસ:40 લાખ કઢાવવા ભુજોડી ઓવરબ્રીજના મેનેજરનું પૂર્વ કોન્ટ્રાક્ટરે કર્યું અપહરણ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાપરના સીમાડામાં રસ્સા વડે બાંધી ફોટા પાડ્યા
  • બોલેરોમાં ઉઠાવી જઇ આખો દિવસ ફેરવી કરી ધાકધમકી

ભુજોડી ઓવર બ્રીજના કામમાં લાબા સમયથી પેમેન્ટ બાબતે ચાલતા વિવાદનો ડખો અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ત્યાં ફરી મંગળવારે સાંજે બાકી નીકળતા 40 લાખ કઢાવવા વાલેચા કંપનીના પ્રોજેક્ટ મેનેજરનું અગાઉના સીવીલ કોન્ટ્રાક્ટર સહિત બે શખ્સોએ જીપમાં અપહરણ કરી રાપરના સીમાડાઓમાં ફેરવી દોરડાંથી બાંધીને કંપનીના ઉચ્ચ અધિકારીને વોટ્સએપ પર ફોટો મોકલાવી ધાકધમકી કરાતાં આરોપીઓ વિરૂધ માધાપર પોલીસ મથકમાં ગુનો નોંધાવાયો છે.

મુળ મુંબઇના હાલ વર્ધમાનનગરમાં રહેતા અને ભુજોડી ઓવરબ્રીજનું કોન્ટ્રાક્ટ કામ કરતી વાલેચા ઇન્જીનીયરીંગ કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા ચંદ્રશેખર શારદાપ્રસાદ સિંહએ આદિપુર રહેતા દિનેશ સોની અને ગોવિંદ ઉર્ફે લાલા નામના શખ્સો વિરૂધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મંગળવારે સવારે ફરજ પર જવા નીકળ્યા હતા.

ત્યારે વર્ધમાનનગરના ગેઇટ પાસે ફરિયાદીની કંપનીમાં અગાઉ સીવીલ વર્કનું કામ કરતા દિનેશ સોની અને ગોવિંદ ઉર્ફે લાલો બોલેરો જીપથી આવીને ફરિયાદીનું જીપમાં બેસવાનું કહી નહીંતર માર મારશું તેવી ધમકી આપી ફરિયાદીના શર્ટનું કોલર પકડીને બળજબરીથી જીપમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. ભુજોડી જંગલ તરફ ફરિયાદીને લઇ જઇને ફરિયાદીના મોબાઇલથી વાલેચા કંચનીના અધિકારી દત્તાને ફોન લગાવ્યો હતો. ફરિયાદીએ આરોપીઓની કહેવાથી અધિકારીને લગાડી આપ્યો હતો.

બાદમાં દિનેશએ કંપનીના અધિકારીને કહ્યું હતું કે, આગળના નીકળતા 40 લાખ આપી દયો નહીંતર ચંદ્રશેખરને છોડશું નહીં તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ આરોપીઓ ફરિયાદીને જીપમાં રાપર બાજુ લઇ ગયા હતા. ત્યાં હોટલમાં જમાડીને રાપરથી 70 કિલો મીટર દુર લઇ જઇને રિયાદીના હાથ રસાથી બાંધીને વાલેચા કંપનીના અધિકારીઓના મોબાઇલ વોટસ્એપ પર મોકલ્યા હતા.

અને ધાક ધમકી કરી હતી. બાદમાં મોડી રાત્રે ફરિયાદીને માધાપર પોલીસ સ્ટેશનથી થોડે દુર ઉતારી આરોપીઓ નાસી ગયા હતા. માધાપર પોલીસે આરોપીઓ વિરૂધ અપહરણ સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ.ચૌધરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...