તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેરબદલી:કચ્છના પૂર્વ કલેકટર પ્રવીણા ડી.કે.ને ગુજરાત સરકારે ફરી કચ્છમાં નિમણૂક આપી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત સપ્તાહે રાજ્યના કલેક્ટરોની સામુહિક બદલીમાં કચ્છ કલેક્ટરનો સમાવેશ થયો હતો.

2009ના IAS અધિકારી પ્રવીણા ડી કે કચ્છમાં 2019થી ફરજ પર આવ્યા બાદ બે વર્ષના ટૂંકા ગાળામાં દોઢ વર્ષ કોરોના કાળમાં સાનિષ્ઠ કામગીરી કરી હતી. જેમની ગત સપ્તાહે ગુજરાત સરકાર દ્વારા પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે બદલી કરવામાં આવી હતી. જેમને ગુજરાત સરકાર દ્વારા ફરી પંચમહાલ જિલ્લાના સ્થાને કચ્છના કલેકટર તરીકે ફરી નિમણૂક કરી છે.

કચ્છમાં 10 દિવસ પહેલા બદલીને આવેલા 2011ના IAS સુજલ મયાંત્રાને હવે કચ્છથી પંચમહાલ ખાતે બદલી કરવામાં આવતા અરસપરસ બદલી પામ્યા છે. નવા આવેલા કલેકટર મયંત્રાનો કચ્છ પ્રત્યેનો અભિગમ ઉમદા દેખાયો હતો અને પ્રારંભથીજ તેમણે આ દિશામાં સારી કામગીરીની શરૂઆત કરી દીધી હતી. તેમ છતાં આટલા ટૂંકા ગાળામાં ફરી બદલી પામતા લોકોના મનમાં અટકળો પેદા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...