તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યભાર:કચ્છના પૂર્વ કલેક્ટર હર્ષદ પટેલ હવેથી પ્રભારી સચિવ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતના ડીએસઓ કચ્છના નાયબ ડીડીઅો

કચ્છમાં જિલ્લા સમાહર્તા તરીકે ફરજ બજાવી ગયેલા અધિકારીને જિલ્લા પ્રભારી સચિવ તરીકે અને સુરતના પુરવઠા અધિકારીને કચ્છના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક અપાઇ છે.

ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના ડેપ્યૂટી સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાઠોડે તા.23-6ના કચ્છ સહિત રાજ્યના 10 જિલ્લાઅોમાં સેક્રેટરી ઇન્ચાર્જ (પ્રભારી સચિવ)ની નિમણૂક કરવામાં અાવી છે, જેમાં કચ્છમાં અગાઉ ફરજ બજાવી ગયેલા કલેક્ટરને પ્રભારી સચિવ તરીકે નિમણૂક અપાઇ છે. તા.18-4-13થી તા.8-7-14 સુધી કચ્છના 35મા કલેક્ટર રહી ચુકેલા હર્ષદકુમાર રતિલાલ પટેલ હવેથી જિલ્લાના પ્રભારી સચિવ તરીકે રહેશે, જેઅો હાલે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન-અમદાવાદના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરપદે સેવા અાપી રહ્યા છે.

અા ઉપરાંત સુરતના પુરવઠા અધિકારીની કચ્છના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરાઇ છે. રાજ્યના મહેસૂલ વિભાગના નાયબ સચિવ (સેવા) અમિત ઉપાધ્યાયઅે બુધવારે અાસ્થા સોલંકી, જિલ્લા પુરવઠા અધિકારી-સુરત (નાયબ કલેક્ટર વર્ગ-1)ની બદલી કરીને તેઅોને નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત કચ્છની જગ્યાઅે નિમણૂક અાપવામાં અાવી છે. આમ બદલીથી જિલ્લામાં પ્રભારી સચિવ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...