લુખ્ખી દાદાગીરી:અંજારના ચંદીયાના પૂર્વ સરપંચે પવનચક્કીનો સામાન પરિવહન કરતા ટ્રેલરને અટકાવી આગ ચાંપી દીધી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ચંદીયા ગામ પાસે ગઈ કાલ રાત્રે 9.15 કલાકે ખેડોઇ રોડ પરથી પવનચક્કીનું સ્ટ્રક્ચર લઈ જતા ટ્રેલરને અટકાવી ગામના માર્ગ પરથી પસાર થવા મુદ્દે સોરઠીયા સમાજના પ્રમુખ અને ચંદીયા ગામના પૂર્વ સરપંચ અને તેની સાથેના ત્રણ અજાણ્યા ઈસમોએ ટ્રેલર ચાલક અને ટ્રાન્સપોર્ટના મેનેજરને માર મારી ટ્રેલરમાં આગ લગાડી દેવાનો બનાવ અંજાર પોલીસ મથકે નોંધાયો છે.

બનાવની મળતી માહિતી મુજબ અંજારના ખેડોઇ માર્ગ પરથી ગત રાત્રે 9.15ના અરસામાં પરિવહન કરતા ટ્રાન્સપોર્ટના ટ્રેલર મારફત પવનચક્કી નું સ્ટ્રકચર લોડ કરી નલિયા જવા નીકળ્યું હતું, ત્યારે ખેડોઇ પાસે ચંદીયા ગામના પૂર્વ સરપંચ રામજી સોરઠિયા અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સોએ આ ટ્રેલરને અટકાવી અહીંથી કેમ પસાર થાઓ છો. એવી અસભ્ય ભાષાનો પ્રયોગ કરી ટ્રાન્સપોર્ટના મનેજર શ્રીરામ જોશી અને ચાલક દેવરામને માર મારી ટ્રેલરની કેબિનમાં આગ લગાડી દીધી હતી. અચાનક થયેલા હુમલાથી ફરિયાદી અને સાહેદ ગભરાઈને સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...