તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:નારાયણ સરોવરમાં વન કર્મચારીની પત્નીનો આપઘાત

ભુજ, દયાપર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખપત તાલુકામાં એક જ દિવસમાં આપઘાતના બે બનાવો બન્યા હતા જેમાં નારાયણ સરોવરમાં 23 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગીનો અંત આણી દીધો હતો તો પાંધ્રો ગામે પણ યુવાને આત્મઘાતી પગલુ ભરી લીધું હતું. નારાયણ સરોવર ખાતે ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને વનવિભાગમાં ફરજ બજાવતા સંજય મનસુખભાઇ પંડિતની પત્ની શીતલબેને બુધવારે બપોરે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બપોરે દોઢથી ચાર વાગ્યાના અરસામાં પરિણીતાએ પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી.

હતભાગી પરિણીતાની લાશને દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાઇ હતી બનાવને પગલે નખત્રાણા ડીવાયએસપી વી.એન.યાદવ,નારાયણ સરોવર પીએસઆઇ એમ.કે.ચૌધરી,દયાપર પીએસઆઇ અંકુશ ગેહલોત સહિતનો પોલીસ સ્ટાફ અને વનવિભાગના અધિકારી - કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અગમ્ય કારણોસર યુવાન પરિણીતાએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે

પાન્ધ્રોમાં 19 વર્ષીય યુવકે ફાંસો ખાઇ જીંદગી ટુંકાવી

પાન્ધ્રો ખાતે રહેતા હકુમત હમીરજી સોઢાએ 11 વાગ્યાના અરસામાં ઘરની બાજુમાં આવેલા વાડામાં લીંબડાના ઝાડ પર રસ્સી બાંધી ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. હતભાગી યુવાનને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકે કે આવું પગલુ શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઇ કારણ બહાર આવ્યું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતાં દયાપર હોસ્પિટલમાં પાન્ધ્રો ગામના આગેવાન વિક્રમસિંહ સોઢા, શીવુભા સોઢા, કરણસિંહ ગીરીરાજસિંહ સોઢા, માતાનામઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...