નવતર પહેલ:કચ્છમાં વન્ય સંપદાને નુકસાન સામેપાર ફોરેસ્ટ પોલીસ મથકો બન્યાં

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાનમાં વન્ય સંપદાને બચાવવા નવતર પહેલ
  • આખા પાકિસ્તાનમાં સાૈપ્રથમ આવા પોલીસ મથક સિંધમાં બન્યા : કચ્છનું તંત્ર કમસે કમ હવે જાગે તે જરૂરી બન્યું

કચ્છમાં અાૈદ્યોગિકીકરણના નામે વન્ય સંપદા વ્યાપક પણ નષ્ટ થઇ રહી છે. અભયારણ્યમાંથી ઘોરાડ લુપ્ત થઇ ગયા છે. તો રાષ્ટ્રીય પક્ષી મોરના વીજ લાઇનના લીધે ટપોટપ મોત થઇ રહ્યા છે પણ કોઇના પેટનું પાણી હલી રહ્યું નથી. તેની બીજીબાજુ વિશ્વભરમાં બદનામ અાપણા પાડોશી દેશમાં વન્ય જીવોની રક્ષા માટે નોંધપાત્ર પગલા ભરવામાં અાવી રહ્યા છે ! કચ્છને અડીને અાવેલા પાકિસ્તાનના જિલ્લાઅોમાં વન્ય જીવો અને પ્રક્ૃતિને બચાવવા હવે વન્ય પોલીસ મથકો બની ગયા છે ! અાખા પાકિસ્તાનના અા પ્રથમ પોલીસ મથકો છે ! સિંધમાં થઇ રહેલા અા પ્રયાસો પરથી કચ્છમાં પણ વનખાતુ પ્રેરણા લે તે જરૂરી છે.

પાડોશી દેશમાં કચ્છને અડીને અાવેલા અા પ્રદેશોમાં સૌપ્રથમ વન્યજીવ સુરક્ષા પોલીસ સ્ટેશન સિંધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન, પ્રિઝર્વેશન, કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ એક્ટ 2020 હેઠળ સ્થાપવામાં આવ્યા છે. ઠટ્ટા, સુજાવલ, બદિન, ટાન્ડો મહંમદ ખાન, જામશોરો અને હૈદરાબાદ પ્રાણીઓના અધિકારોના ભંગ અને અન્ય વન્યજીવોના ઉલ્લંઘન સામે ફરિયાદ નોંધાવવા અા પોલીસ મથકો સ્થાપવામાં અાવ્યા છે. માનવ સંસાધનો માટે દબાણ હોવા છતાં, સિંધ પ્રાંતનો વન્યજીવન વિભાગ ચોવીસ કલાક પોલીસ સ્ટેશન ચલાવવાનો છે.

સાઇટ પર તૈનાત અધિકારીઓને વન્યજીવન સામેના ગુનાઓ પર કાયદામાં વ્યાખ્યાયિત પ્રથમ માહિતી દર્શીય અહેવાલ (FIR) દાખલ કરવાની સત્તા આપવામાં આવશે. આ પોલીસ સ્ટેશનમાં હવે કોઈ પણ આવી શકે છે અને ગુનાનો રિપોર્ટ નોંધાવી શકે છે. પોલીસ સ્ટેશનની સ્થિતિ સાથે, વન્યજીવન નિરીક્ષકો ચોવીસ કલાક સક્રિય રહેશે. પોલીસ સ્ટેશનના પ્રભારી તરત જ એફઓઆરની એક નકલ સંબંધિત જિલ્લા અને સત્ર ન્યાયાધીશને મોકલવા માટે બંધાયેલા છે. મુખ્ય સંરક્ષક અનુસાર નાગરિકો આ પોલીસ સ્ટેશનોમાં જઈ શકશે અને વન્યજીવો સામેના ગુનાઓ સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે.

સામેપાર સિંધમાં પણ કચ્છ જેવી જ ભૂપૃષ્ઠ અને અાબોહવા
સામેપાર સિંધમાં કચ્છ જેવી જ વન્ય સંપદા અાવેલી છે. ત્યાં પણ રણ, દરિયો, ક્રીક, ડુંગરો સહિતના ભૂપૃષ્ઠ અને અાબોહવા છે. સિંધમાં અાવેેલા મીઠાના રણને પણ કચ્છનું રણ જ કહેવામાં અાવે છે. તો સિંધના પૂર્વ ભાગમાં થારનુ (રેતી) રણ અાવેલુ છે. કચ્છ રણ નામથી અેક અભ્યારણ્ય પણ છે ! જે હાલ મોરની વઘતી સંખ્યાના લીધે ચર્ચામાં છે. કચ્છની જેમ અહીં પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઅો પડાવ નાંખે છે. સિરક્રીકની બાજુમાં જ કેટી બંદર વાઇલ્ડ લાઇફ નેશનલ પાર્ક છે. જોકે કચ્છમાં અાટલી બધી વન્ય સંપદા હોવા છતાં અહીં કોઇ નેશનલ પાર્ક બની શક્યો નથી. અભયારણ્ય હોવા છતાં વનતંત્રની બેદરકારીના લીધે ઘોરાડ લુપ્ત થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...