બે પ્રોજેકટ ઘોંચમાં:સરહદી વિસ્તાર લખપતમાં વન વિભાગે મહત્વના બે રોડના કામો અટકાવ્યા !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય વિસ્તારમાં આવતા બે પ્રોજેકટ ઘોંચમાં
  • ​​​​​​​સુભાષપર-​​​​​​​મીંઢીયારી-પાનધ્રો વિસ્તારમાં વનતંત્ર મંજુરી આપશે પછી જ કામ આગળ વધશે

સરહદી વિસ્તાર લખપતમાં સરકાર દ્વારા રોડ - રસ્તાની સુધારણા માટે બે મહત્વના પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યા છે પણ વનવિભાગ દ્વારા રોડની કામગીરી અટકાવી દેવાતા બંને પ્રોજેકટ ઘોંચમાં મુકાઈ ગયા છે. નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય વિસ્તારમાં સુભાષપર - મીંઢિયારી પાંધ્રો રોડમાં વાઇડનિંગ એન્ડ સ્ટ્રેનધનિંગનું કામ 27-4-2020 ન મંજુર કરવામાં આવતા સાઈટ ક્લિયરિંગની કામગીરી પૂર્ણ કરાઈ હતી પણ વનવિભાગે કામ અટકાવી દેતા આ કામ ફરી શરૂ કરવા માટે 19-05-2021 ના પશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષકને દરખાસ્ત કરાઈ હતી પણ હજી વનવિભાગે મંજૂરી આપી નથી.

આવો જ બીજો કિસ્સો દયાપર - સુભાષપર - પાંધ્રો રોડનો છે,20 કિલોમીટરના આ રોડમાં વર્ટિકલ કર્વ એન્ડ હોરીઝોન્ટલ કર્વ ઈંપૃવમેન્ટ એન્ડ વર્ક ઓફ રિસરફેસિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ન્યુ કલ્વર્ટનું કામ મંજુર કરવામાં આવ્યું છે.જેમાં ડામરકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી પણ સ્ટ્રક્ચરની કામગીરી શરૂ કરવામાં આવતા વનવિભાગે કામ અટકાવી દીધું હતું જેથી 3 - 01 - 2021 ના વનવિભાગને દરખાસ્ત કરવામાં આવી હતી પણ મુખ્ય વન સંરક્ષકની કચેરી,કચ્છ વન વર્તુળ ખાતે આ અરજી પેન્ડિગ પડી હોવાથી રોડનું કામ હજીય અટકેલુ છે.આ માહિતી સરકારે વિધાનસભામાં પુરી પાડી છે.

ચોમાસા દરમ્યાન આ વિસ્તારમાં રોડના અભાવે લોકોને પડે છે હાલાકી
ચોમાસા દરમિયાન જ્યારે પાપડીઓ તૂટી જાય ત્યારે વરસાદી પાણી રોડ પર ફરી વળે છે,કાચા રસ્તા અને પાણીની નદીઓ વહેતી હોવાથી એક ગામથી બીજા ગામમાં જવા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે,ગત સીઝનમાં રસ્તાના અભાવે લોકોને બીજા ગામનો ફેરો પડ્યો હોવાના અહેવાલો પણ અવારનવાર આવ્યા હતા.વારંવાર સરહદી વિસ્તારમાં રોડ બનાવવા મુદ્દે રજૂઆતો થતી આવે છે પણ સરકારી તંત્રોની આંટીઘૂંટીમાં જ પ્રોજેકટ ગૂંચવાઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...