રજૂઆત:બન્નીની ચરિયાણ જમીનમાં ખાડા ખોદી જંગલ ખાતું માલધારીઓને ધાકધમકી કરતું હોવાનો આક્ષેપ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાતસો કુટુંબોના ગુજરાન પર અસર થતી હોવાનું જણાવી ભુજમાં કલેકટરને રજૂઆત કરી

બન્ની એશિયાનું સૌથી મોટું ચરિયાણ વિસ્તાર છે. આ વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ સમુદાયને સાતસો વર્ષથી રાજાશાહી સમયથી પશુપાલન ઉદ્દેશથી ચરિયાણ માટેનો હક્ક આપવામાં આવ્યો છે. હાલ જંગલ ખાતા દ્વારા આ વિસ્તારમાં પંચાયતની એનઓસી વગર પ્લોટ બનાવે છે, જે ગેરકાયદેસર હોવાનું જણાવી બન્નીના રહેવાસીઓ ઉપરાંત મોટા લુણા જૂથ ગ્રામ પંચાયત, હાજીપીર, નાના લુણા, બુરકલ ગામના લોકોએ જિલ્લા સમાહર્તા ને રજૂઆત કરી હતી.

છેલ્લા એક મહિનાથી જંગલ ખાતા ના અધિકારીઓ દ્વારા ધાકધમકી કરે છે તેવા આક્ષેપ સાથે જણાવ્યું હતી કે, અમારો વ્યવસાય પશુપાલન છે જેમાં પશુઓ ખુલ્લા ચરિયાણમાં ચરાવવાની સદીઓ જુની પરંપરા છે અને સરકાર પણ દરેક ગામડાઓમાં પશુઓનાં ચારા માટે ગૌચર જમીન નીમ કરે છે. અમારી બન્નીને તો અમો માલધારી સમુદાય સદીઓથી ગૌચર તરીકે ઉપયોગ કરતા આવ્યા છીએ. હાલમાં ગામોની નજીક પાદરમાં પશુ ચરિયાણવાળી જમીનમાં વન વિભાગ બળજબરીથી ખાઈઓ ખોદીને કામ કરવાનો મનસુબો બનાવી રહી છે.

જો તેઓ આમ કરશે તો પશુપાલકોને મોટાપાયે નુકશાન થશે. દરરોજનું હજારો લીટર દૂધનું ઉત્પાદન કરીને હજારો લીટર દૂધ ગુજરાત શહેરોમાં મોક્લીને પોતાનું ગુજરાન ચલાવે અને શુદ્ધ દુધનું ઉત્પાદન કરી અને દેશના વિકાસમાં સહભાગી બને છે. પંચાયતોને મળેલ બંધારણીય હકક પ્રમાણે આયોજન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે અન્યથા બન્નીનાં તમામ માલધા૨ીઓ આવનારા સમયમાં વનવિભાગની મનમાની સહન નહીં કરે અને ગાંધી ચિંધ્યાની રાહે આગળ વધશે.

આ ઉપરાંત જણાવ્યું હતી કે, અગાઉ પણ ઘણીવાર લેખિત તથા મૌખિક રજુઆત કરી છે. સૌપ્રથમ સરકાર દ્વારા ગામોનું ગામતળ,સીમતળ અને ગૌચર નીમ કરી આવે. કુટુંબદીઠ સરકારનાં ધારા ધોરણ પ્રમાણે જમીન આપવામાં આવે અને અમારા હકો અમને મળી જાય પછી વધતી જમીન સરકાર જંગલખાતાને આપે કોઈ ઉધોગોને આપે અથવા સરકાર મહેસુલ વિભાગ હસ્કત રાખે તેમાં અમારો કોઈ પણ જાતનો વાંધો રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...