તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

RTO:ટેસ્ટમાં વારંવાર ફેઇલ થનારા માટે સુવિધા કોઇપણ RTOમાંથી લાઇસન્સ નીકળશે

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકો ગમે તે શહેરની કચેરીમાંથી લાઇસન્સ મેળવી શકશે
  • લર્નિંગ લાઇસન્સ જયાંથી લેવાયું તે જ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક આપવાની રહેશે

આરટીઓમાં ફોર વ્હીલરના લાઇસન્સ માટે ટેસ્ટ ટ્રેક પર 60 ટકા અરજદારો નાપાસ થાય છે. સાત દિવસ પછી બીજી વખત ટેસ્ટ આપવા મળે તેના માટે પૈસા અને સમય બંનેનો વ્યય થાય છે. ત્રણ ટેસ્ટ પાસ ન કરે તો લર્નિંગ લાઇસન્સ ફરીથી કઢાવી એકડો ઘુંટવાનો વારો આવે છે. ટેસ્ટ ટ્રેક પર પરીક્ષામાં પાસ થતા ન હોવાથી ટ્રાફિક પોલીસના આકરા દંડનો ભોગ બનવાનો વારો આવે છે. રાજય સરકાર દ્વારા લાઇસન્સ માટે કેટલાક છીંડા પુરવાના બાકી રાખ્યા છે તેમજ તેમાં વધારો પણ કરવામા આવ્યો છે. જાણકારોના મતે રાજય સરકાર દ્વારા તાજેતરમાં કોઇપણ વ્યક્તિ ગમે ત્યાં રહેતું હોય ત્યાંના એડ્રેસ ઉપર ગમે તે આરટીઓમાંથી પોતાનું લર્નિંગ લાઇસન્સ કે પાકું લાઇસન્સ કઢાવી શકે તેવી છુટછટ આપવામાં આવી છે. ટેસ્ટ ટ્રેક પર વારંવાર ટેસ્ટમાં નાપાસ થનાર ટેસ્ટ ટ્રેક ન હોય તેવી આરટીઓમાંથી લર્નિંગ લાઇસન્સ કઢાવી શકે તેવી છટકબારી મળી ગઇ છે. રાજયની ગોધરા, છોટા ઉદેપુર, આણંદ, બારડોલી, સુરેન્દ્રનગર આરટીઓમાં લાઇસન્સનું ટેસ્ટ ટ્રેક જ નથી.
તો નવેસરથી લર્નિંગ લાઇસન્સ લેવુ પડશે
ભુજની આરટીઓમાં ફોરવ્હીલરની ટેસ્ટ આપવા માટે આવતા 50થી 60 ટકા અરજદારો ફેઇલ થાય છે. ચાર-ચાર આરટીઓ ઇન્સ્પેકટરની નજર તળે ટેસ્ટ લેવાય છે જેમાં ફેઇલ થયેલો અરજદાર પાસ થઇ જાય તેવી કોઇ છટકબારી જ નથી રહેતી. જો અરજદાર ત્રણ વખત ફેઇલ થાય તો નવેસરથી લર્નિંગ લાઇસન્સની પ્રક્રિયા કરવી પડે છે. આમ, અરજદારનો સમય અને પૈસાનો વેડફાટ થાય છે. જો કે, રાજય સરકારના આ નિર્ણયથી જયાં ટેસ્ટ ટ્રેક ન હોય તે જિલ્લાની આરટીઓ ઓથોરીટી તરફથી એપ્લીકેશન કરી લર્નિંગ લાઇસન્સ ત્યાંની આઇટીઆઇમાંથી મેળવી ટેસ્ટ પાસ કરવાની છટકબારી મળી ગઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો