તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ એઝાર્ડ લાઇસન્સની તપાસ:બે માસમાં ત્રીજી વખત RTOમાં COTની ટીમ તપાસ માટે ત્રાટકી

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇસ્યુ થયેલા બોગસ એઝાર્ડ લાઇસન્સની તપાસ હાથ ધરી
 • રેકર્ડમાં બોલતા જ નથી તેવા લાઇસન્સની ચકાસણી માટે ત્રીજો ધક્કો

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ત્રીજી વખત કમીશ્નર કચેરી ગાંધીનગરથી ટીમ ત્રાટકી હતી. બે માસમાં ત્રીજી વખત આવેલી આ ટીમે ફરી એક વખત એઝાર્ડ લાઇસન્સની તપાસ કરી હતી. બોગસ ઇસ્યુ થયેલા લાઇસન્સના રેકર્ડ જ ઉપલબ્ધ ન હોવાથી ત્રીજી વખત ધક્કો ખાવાનો વારો આવ્યો હતો.

કમીશ્નર ઓફીસની ટીમ એજન્ટો, બોગસ લાઇસન્સ, એઝાર્ડ લાઇસન્સ તેમજ ટેક્સના જુના કૌભાંડોની તપાસ માટે ભુજની આરટીઓમાં છેલ્લા બે માસમાં બે વખત લટાર મારી ગઇ છે. મંગળવારે વહેલી સવારે કમીશ્નર ઓફ ટ્રાન્સપોર્ટ (ગાધીનગર)થી ટીમ આવી પહોંચી હતી. સીઓટીમાંથી આર.ટી.ઓ ઇન્સ્પેકટરોના પ્રતિનિધિત્વ તળે ટીમ ભુજ આવી જુના કૌભાંડોની તપાસના કાગળોનો રિપોર્ટ કર્યો હતો.

કચ્છમાં અગાઉ બોગસ એઝાર્ડ લાઇસન્સ પકડાઇ ચુકયા છે, જેના રેકર્ડ ભુજની કચેરીએ બોલતા નથી. એઝાર્ડ લાઇસન્સ ટુ:વ્હીલર અને ફોરવ્હીલરની જેમ એક વર્ગ છે, ફોરવ્હીલરનો લાઇસન્સ હોય તો એન્ડોસમેન્ટ કરી એઝાર્ડ લાઇસન્સ મેળવી શકાય છે. એઝાર્ડ લાઇસન્સના બોગસ કાર્ડ બનાવી તેમા સહીસિક્કા ભુજ આરટીઓના કરી દેવાયા હતા જે માર્કેટમાં ફરતા થયા હતા. જે પૈકી અમુક લાઇસન્સ કચ્છમાં પકડાયા હતા. આ તમામ લાઇસન્સો રેકર્ડમાં બોલતા જ ન હતા પણ ડ્રાઇવરો પાસેથી પૈસા લઇ તેમને આપી દેવાયા હતા.

શું છે એઝાર્ડ લાઇસન્સ !
કેમીકલ ભરેલું વાહન ચલાવવા માટે એઝાર્ડ લાઇસન્સ લેવું પડે છે. મોટાભાગે ગાંધીધામ, મુન્દ્રા અને કંડલા વિસ્તારમા કેમીકલના વાહનોમાં ચાલતા ડ્રાઇવરો આ લાઇસન્સ કઢાવે છે. ફોર વ્હીલરનું લાઇસન્સ હોય તેમાં ફી ભરી એન્ડોસમેન્ટ કરાવ્યા બાદ એઝાર્ડ લાઇસન્સ મેળવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો