તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:કચ્છના અનેક વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે મેઘ મહેર યથાવત, ખેડૂતોમાં ખુશીની લહેર

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂજ, નખત્રાણા, માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર વર્ષી રહ્યા હોય એમ મેઘરાજાએ આજે ગુરુવારે સતત ત્રીજા દિવસે મેઘ મહેર યથાવત રાખતા લોકોમાં ખુશીની લાગણી ફેલાઇ હતી. પશ્ચિમ કચ્છના ભૂજ, નખત્રાણા, માંડવી, અબડાસા અને લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઇંચ વરસાદ થયો છે.

ભુજ તાલુકાના લોરીયા, ખાવડા, માનકુવા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. નખત્રાણા તાલુકાના રસલીયા, નેત્રા, વિથોણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થઈ હતી જેના પહલે ગામની બજારોના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. માંડવી તાલુકાના ગઢશીશા, દાસરડી, રાજપર સહિતના ગામોમાં વર્ષા રાણીએ હેત વરસાવતા અડધો ઇંચ વરસાદ થયાનું જાણવા મળ્યું હતું.

અબડાસા તાલુકાના નલિયા, તેરા અને ખૂડા સહિતના વગેરે ગામોમાં વરસાદના દોઢ ઇંચ વરસાદના નવા નિરથી લોકોની ઇન્દ્રદેવ પ્રત્યેની નારાજગી દૂર થઈ હતી. વર્ષનો સૌથી ઓછો વરસાદ જ્યાં નોંધાયો છે. એવા છેવાડાના લખપત તાલુકાના માતાનામઢ, કોટડામઢ, મેઘપર, ધારેશી, સુભાષપર, દયાપર, વિરાણી, દોલતપર, ઘડુલી, વર્માનગર, પાનધ્રો, નરા સહિતના ગામોમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હોવાનું દયાપરના ભરતભાઈ ત્રિપાઠીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...