તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:ભુજ, મુન્દ્રા, માંડવી, લખપત અને નખત્રાણા તાલુકામાં અડધાથી એક ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભુજ22 દિવસ પહેલા
  • કચ્છમાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર યથાવત

કચ્છમાં અષાઢી બીજના એક દિવસ પૂર્વે શરૂ થયેલી મેઘવૃષ્ટિ આજે ત્રીજા દિવસે પણ અવિરત થઈ રહી છે. આજે મંગળવારે વહેલી પરોઢથી મેઘરાજા પશ્ચિમ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યાં છે. વહેલી સવારથી મન મૂકીને મેઘરાજા વરસતાં લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લાના અબડાસા તાલુકામાં આજે સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં અમુક ગામોમાં વાવણી લાયક વરસાદ થયો છે. તો ધ્રુફી મોટી ખાતેનો ધોધ જોશભેર વહી નીકળતા આહલાદક દ્રષ્યો ખડા થયા હતા.

લખપત તાલુકાના દયાપરમાં પરોઢે પાંચ વાગ્યે જોરદાર ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. તો ઘદૂલીમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો. લખપતના રવાપરમાં પણ અડધા કલાકમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો માંડવી તાલુકાના બીડદા ગામ ખાતે સવારે 7.15થી 7.45 સુધી વરસાદ પડતાં માર્ગો પર પાણી ભરાયા હતા. જ્યારે મુન્દ્રા ખાતે પણ એકથી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...