તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવઠું:કચ્છ જિલ્લામાં સતત સાતમા દિવસે કમોસમી વરસાદનો સિલસિલો યથાવત

ભુજ7 દિવસ પહેલા
 • આજે ભુજ, ભચાઉ અને આદિપુર વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા

કચ્છમાં કમોસમી વરસાદ જારી છે. રવિવારે ફરી કચ્છના ગાંધીધામ, રાપર, અંજાર, ભુજ સહિતના તાલુકામાં વરસાદે હાજરી પુરાવી હતી. ભુજમાં બપોરે 3 વાગ્યાના અરસામાં અચાનક અાકાશમાં કાળા વાદળો બંધાવાના શરૂ થયા હતાં. ગાજવીજ બાદ વરસાદી ઝાપટું ત્રાટક્યું હતું. થોડી મિનિટો માટે વરસાદ અાવતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં. થોડી વાર બાદ જ અાકાશ ખુલી ગયું હતું. તો ગાંધીધામમાં રવિવારના બપોરના સમયે કાળા ડીંબાગ વાદળો છવાઈ ગયા હતા અને જોત જોતામાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેની સાથે બર્ફના કરા પણ પડતા લોકોમાં આશ્ચર્ય છવાયું હતું.

બપોરે અલગ અલગ વિસ્તારોમાં કલાકથી બે કલાક સુધી વરસાદી માહોલ રહ્યો હતો. જેની સાથે વીજળીના કડાકા પણ થતા અને તીવ્ર ગતીએ પવન પણ ફુંકાયો હતો. ઉનાળા વચ્ચે માવઠુ પડતા તેને અલગ અલગ રીતે લોકોએ તોલવાની કોશીષ કરી હતી. તો બાળકો વરસાદનો આનંદ માણતા જોઇ શકાતા હતા. ગાંધીધામ, આદિપુરમાં કલાક જેટલો સમય વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.

રાપર તાલુકા અને શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી ઝાપટાં પડ્યા હતાં. જેમાં તાલુકાના બાદરગઢ, નીલપર સહિતના ગામોમા અને સીમાડાઓમા વરસાદી ઝાપટાં પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં. તો રાપર શહેરમાં પણ આજે સતત બીજા દિવસે બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે છુટા છવાયા છાંટા પડ્યા હતાં.

જ્યારે કેટલીક જગ્યાઓએ પાણી વહી નીકળ્યા હતાં. વરસાદી માહોલ વચ્ચે લાઈટ થોડીવાર માટે ગુલ થઈ હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાની સહન કરવાની નોબત આવી હતી. તો એપિએમસીમાં એરંડા સહિત બારે પડેલો માલ વરસાદના કારણે પલળી જતા વેપારીઓને પણ નુકસાની થવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો