તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • For The Second Year In A Row, Akhatrij's Surrender Will Not Be Heard! Terrible Blow To The Wedding Market Because Of Korna

કોરોના ગ્રહણ:સતત બીજા વર્ષે અખાત્રીજના શરણાઇના સૂર નહીં સંભળાય ! કોરનાના લીધે લગ્ન બજારને ભયંકર ફટકો

નાના અંગિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિથોણના ખેતાબાપા સંસ્થાન ખાતે સતત બીજા વર્ષે સમૂહલ લગ્નો કરવા પડ્યા રદ્
  • અન્ય ગામોમાં પણ આવી જ સ્થિતિ
  • નખત્રાણામાં ઢોલક સહિતના સંગીતકારોને મજૂરી કરવી પડે તેવી સ્થિતિ
  • મંડપ, ફુલો સહિતના વેપારીઅોની હાલત પણ કફોડી બની

કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે વૈશાખ મહિનામાં ખાસ કરીને અખાત્રીજના દિવસે જાહેર સ્થળોએ લગ્ન સમારંભ મુલતવી રહેવાના કારણે ઢોલના ધબકારા અને શરણાઇના સૂર સાંભળવા નહીં મળે. દર વર્ષે અખાત્રીજના દિવસે પાટીદારોના સમૂહ લગ્ન યોજવામાં આવતા હોય છે. જે આ વર્ષે પણ મુલતવી રાખવામાં આવેલ છે. ખેતાબાપા સંસ્થામાં સતત બીજા વર્ષે સમુહ લગ્નો રદ કરવામાં અાવ્યા છે. જેના પગલે નખત્રાણા પંથકમાં લગ્નની બજારને કોરોનારૂપી ગ્રહણ નડ્યું છે.

નખત્રાણા તાલુકામાં વિથોણ ખેતાબાપા સંસ્થાન ખાતે દર વર્ષે ખાસ કરીને વૈશાખ માસમાં વીસ થી પચીસ જેટલા યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હોય છે. પણ હાલમાં કોરોના મહામારીના કારણે વૈશાખ માસમાં એક પણ લગ્ન લગ્ન સમારંભ યોજવામાં આવશે નહીં. નાગપુર, રાયપુર, પુના, નાસિક, મુંબઈ સહિત અનેક સ્થળોએથી પાટીદાર લોકો લગ્ન માટે અહી આવતા હોય છે. લગ્ન સમયે બુકિંગ માટે લગભગ છ થી આઠ મહિના અગાઉ બુકિંગ કરવામાં આવતું હોય છે. અને દર વખતે આ સિઝનમાં તમામ રૂમ ફૂલ થઇ જાય છે. આ વર્ષે આ જગ્યાએ એક પણ લગ્ન સમારંભ ન હોવાથી સંકુલમાં લગ્નના ઢોલ અને શરણાઇનાના સૂર સાંભળવા નહિ મળે.

400 વર્ષ જૂની આ જગ્યાએ સંત ખેતાબાપાએ જીવંત સમાધિ લીધી હતી. ત્યારબાદ સમયાંતરે વિવિધ ભૌતિક સુવિધાઓ વધારવામાં આવી હતી. હાલનું અદ્યતન સંકુલ 2007માં બનાવવામાં અાવ્યું છે. સાડા છ એકરમાં પથરાયેલા આ સંકુલમાં, અદ્યતન સુવિધાઓ સહિત 25 જેટલા એ.સી અને નોન એ.સી રૂમ આવેલા છે. મોટા હોલ, પાર્ટી પ્લોટ, બાગ બગીચા, ભોજનાલયની સુવિધા ધરાવતા વિશાળ સંકુલ છે. જેમાં સંસ્થાના નિયમ અનુસાર ચાર્જ લેવામાં આવે છે એવું સંસ્થાનું કાર્યભાર સંભાળતા અરવિંદભાઈ સોની જણાવ્યું હતું.

આ અંગે વિથોણ ગામના ઢોલક મોસીન ઘનીભાઈએ જણાવ્યું હતું કે, દર વખતે માત્ર વૈશાખ માસમાં જ વીસ થી પચીસ જેટલા લગ્ન સમારંભોમાં ઢોલ અને શરણાઈ વગાડવાનું કામ કરતા હોઈએ છીએ. પણ આ મહિનામાં હજી સુધી એક પણ ઓર્ડર ન હોવાથી, કોરોનાએ આર્થિક રીતે કેડ ભાંગી નાખી છે. જેથી છૂટક મજૂરી કરવાના દિવસો આવી ગયા છે. તો દેવીસર ગામના અશોકભાઈ જોશીએ જણાવ્યું હતું કે, માત્ર વૈશાખ મહિનામાં જ 25 જેટલા લગ્ન સમારંભોમાં વરરાજા માટે ના ફૂલિકા માટે ઘોડી ભાડે આપતા હોય છે. પરંતુ આ વખતે હજી સુધી માત્ર ચાર થી પાંચ જ ઓર્ડર આપ્યા છે.

જોકે તેમાં પણ લગ્ન સમારંભ મુલતવી રહેલ થવાના ચાન્સીસ વધુ છે. કોરોનાના કારણે આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે.નાના અંગિયા ગામના અરવિંદભાઈ જેપારે જણાવ્યું હતું કે, દર વખતે વૈશાખ માસમાં આજુબાજુના 10 થી 15 જેટલા ગામોમાં લગ્ન માટે ના ગાળા, મંડપ, તેમજ અન્ય સુશોભિત કરવાની વસ્તુઓ ના ઓર્ડર માટે બે થી ચાર મહિના અગાઉ જ બુકિંગ કરવામાં આવતું હોય છે. પણ આ વખતે કોરોના ના કારણે લગ્ન સમારંભ ની અચોક્કસતા હોવાથી ધંધાને મોટી અસર પડી છે.

પાછળના મુહૂર્ત માટે પણ લોકો અાવી રહ્યા છે
લગ્નવિધિ કરાવતા કલ્પેશભાઈ જોશી એ જણાવ્યું હતું કે, આ વખતે કોરોના ના કારણે લોકો લગ્નના મુહૂર્ત અને વૈશાખ મહિનાની તારીખોના બદલે અન્ય કોઈ પાછળની તારીખો જોવા માટે કહે છે. અને જે લગ્ન થાય છે તે એકદમ સાદગી સભર રીતે કરવામાં આવે છે. ટુંકમાં, કોરોના કહેર ના કારણે લગ્ન સમારંભો મુલતવી રહેવાના અથવા સદગીસભર રીતે થઈ રહ્યા છે. જેની અસર લગ્ન સાથે સંકળાયેલા ઘણા બધા ધંધાર્થીઓ પર પડવાના કારણે આર્થિક રીતે મોટો ફટકો પડયો છે.

અન્ય સમાચારો પણ છે...