તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કચ્છમાં સતત બીજા દિવસે 26 પોઝિટિવ, ભુજ શહેરમાં જ 15 કેસથી ધ્રૂ..જા..રી..

ભુજ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સાવધાન શહેરીજનો : હાલાત બદથી બદતર તરફ

-સારવાર હેઠળના દર્દીઓનો આંકડો વધીને 218 ઉપર
કચ્છમાં રવિવારે કોરોનાના વધુ 26 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે, જેમાં શહેરોના 20માંથી એકલા ભુજ શહેરમાં જ 15 કેસ છે એ ઉપરાંત અંજારમાં 1, ભચાઉ અન ગાંધીધામમાં 2-2 કેસ છે. જ્યારે ગામડાના 6માંથી તાલુકા મુજબ ભુજ, મુન્દ્રા, નખત્રાણામાં 2-2 કેસનો સમાવેશ થાય છે. જોકે, વધુ 18 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, સારવાર હેઠળના દર્દીઓનો આંકડો વધીને 218 ઉપર પહોંચી ગયો છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ નોંધાયેલા 5120 પોઝિટિવ કેસમાંથી હજુ સુધી કુલ 4790 દર્દી સાજા થઈ ગયા છે.

આ તમામ આકડા સરકારી તંત્રએ જાહેર કરેલા છે. બાકી સાચો આંકડો તો ધ્રૂજાવી દે એવો છે.કચ્છમાં કોરોના સંક્રમણ અને ટ્રાવેલ હિસ્ટ્રીવાળા કેસ દિવસો દિવસ વધી રહ્યા છે. બીજી તરફ માહિતી આપી શકે એવા અધિકારીને માહિતી આપવા મનાઈ ફરમાવી દેવાઈ છે, જેથી સાચા આંકડા બહાર આવતા નથી. ભુજ શહેરની જ વાત કરીએ તો શહેરના 90 ટકા વિસ્તારમાં ક્યાંકને ક્યાંક કોઈકને કોઈક કોરોનાથી સંક્રમિત થઈ ગયો છે. એટલું જ નહીં પણ જે વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય એ વ્યક્તિના ઘરના બાકીના સભ્યો બેફામ જાહેરમાં હરીફરી રહ્યા છે.

જે પ્રતિબંધિત વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન રાખવામાં સરકારી તંત્ર નિષ્ફળ ગયું છે, જેથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જ થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે રાજકારણીઓએ પ્રચાર પ્રસારનો ભંગ કર્યો એને પોલીસ, આરોગ્ય વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અટકાવી ન શક્યું અને હવે પોલીસ સિવાયના તંત્રો નિષ્ક્રિય થઈ ગયા છે. જોકે, ભુજ શહેરમાં નવી શાક માર્કેટ પાસે પોલીસ ચોકીને અડોઅડ જ હાથલારી ઉપર શાકભાજી વેચતા ફેરીયા કોરોનાની માર્ગદર્શિકાનો ભંગ કરી રહ્યા છે. જેને પોલીસ દંડતી નથી અને આવતા જતા વાહન ચાલકોને દંડી રહી છે.

સામાજિક અંતર માટે દુકાને દુકાને કુંડાળા પાલિકા ક્યારે બનાવશે ?
ભુજમાં કોરોનાના પોઝિટિવ કેસમાં ઉછાળો આવ્યો છે. પરંતુ, ભુજ નગરપાલિકાએ હજુ પણ દુકાને દુકાને અને હાથલારી પાસે સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ હેતુથી કુંડાળા ચિતરવાનું બંધ કરી દીધું છે. જિલ્લા કલેકટરે પણ સંબંધિત તંત્રોને એ માટે આદેશ કરવાની તસદી લીધી નથી. જેની પણ ટિકા થઈ રહી છે.
જિલ્લામાં રવિવારે 9252 લોકોએ રસી મુકાવી
કચ્છમાં રવિવારે 9252 લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઈ હતી, જેથી અત્યાર સુધી રસી લેનારાનો કુલ આંકડો 1 લાખ 57 હજાર 771 ઉપર પહોંચી ગયો છે.
કોરોના કેસ વધતા 542માંથી 218 પથારી ભરાઈ ગઈ
કચ્છમાં કોવિડ-19 પોઝિટિવ દર્દીઓની સારવાર માટે સરકારી 374 અને ખાનગી 168 મળીને કુલ 542 પથારીઓ છે, જેમાંથી 218 પથારીઓ દર્દીઓથી ભરાયેલી છે. એટલું જ નહીં પણ ચિંતાજનક રીતે વધુને વધુ પથારીઓ ભરાતી જાય છે.

ભુજમાં આજથી બજારો બંધ રહેશે તેવી વહેતી થયેલી અફવાનું કલાકોમાં જ થયું ખંડન
કોરોનાના વધતા કેસને લઇને ભુજમાં સોમવારથી વેપારીઓ સ્વૈચ્છિક રીતે અડધા દિવસ માટે બપોર બાદ તમામ બજારો બંધ રાખશે તેવો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે, ત્યારબાદ વાણિયાવાડ વેપારી એસોસિયેશન, તળાવ શેરી વેપારી એસોસિયેશન અને અનમ રીંગરોડ વેપારી એસોસિયેશને ખંડન કરતા આ મેસેજ ખોટો હોવાનું અને વેપારીઓએ આવો કોઇ જ નિર્ણય લીધો ન હોવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા નિયત કોરોના ગાઇડલાઇનના પાલન સાથે તમામ બજારો ખુલ્લી રહેશે તેવો સંદેશો વેપારી એસોસિયેશને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો