તપાસ:કચ્છમાં પ્રથમવાર તમાકુના 7 એકમોને 77 હજાર દંડ કરાયો

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ, ગાંધીધામ, આદિપુરમાં પ્રોડક્ટમાં વધુ કિંમત વસૂલતા
  • જાહેર કરાયેલી ચેતવણી દર્શાવેલી નહી હોવાથી કાર્યવાહી

સમગ્ર રાજયની સાથે સાથે કચ્છમાં પણ તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા પ્રથમવાર સીગારેટ, તમાકુ અન તમાકુની પ્રોડક્ટના વેચાણમાં એમઆરપીથી વધુ કિંમત વસૂલતા એકમો સામે કાર્યવાહી હાથ ધરી છે. ભુજ, આદિપુર અને ગાંધીધામના આવા 7 એકમોમાં દરોડા પાડીને ગેરરીતિ બદલ 70 હજાર દંડ વસૂલવામાં આવ્યો હતો.

તમાકુ પ્રોડક્ટના વેચાણમાં ઉંચી કિંમત વસૂલાતી હોવાની ફરિયાદોના પગલે તોલમાપ વિભાગ દ્વારા પાન પાર્લરો અને હોલસેલ વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. રાજયભરમાં 85 હજાર પાન પાર્લર-ગલ્લાઅો પર દરોડા પડાયા હતા, જેની સાથે કચ્છમાં પણ તોલમાપ વિભાગે કાર્યવાહી કરી હતી. ભુજ, ગાંધીધામ અને આદિપુરના સાત પાન પાર્લર ઝપટે પડયા હતા. અનેક પાર્લરોમાં સીગારેટના પેકેટ પર એમઆરપીના સ્ટીકરમાં છેડછાડ કરેલી તો કેટલાક પાર્લરોમાં સીગારેટ એમઆરપીથી ઉંચા ભાવે વેચવામાં આવતી હોવાનું જણાયું હતું. દાણચોરીથી આવતી વિદેશી સીગારેટના પેકેટ પર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી સ્વાસ્થ્યને લગતી ચેતવણી દર્શાવેલી નહીં હોવાથી પણ કાર્યવાહી કરાઇ હતી. જિલ્લાના સાત પાન પાર્લર પાસેથી તોલમાપ વિભાગે 70 હજાર દંડ વસુલ કર્યો હોવાનું અધિક્ષક વી. કે. પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...