તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિનામૂલ્યે સાંભળવાનું ઓપરેશન:પ્રથમવાર જીકેમાં જન્મજાત બધિર બાળકો સાંભળતા થશે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે મંજૂરી મળી

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં જન્મથી જ સાંભળવાની ખામી ધરાવતા 6 વર્ષ સુધીના બાળકોનું વિનામૂલ્યે સાંભળવાનું ઓપરેશન(કોક્લિયર ઇમ્પલાંટ) કરવાની મંજૂરી રાજય સરકારે આપી દેતા હવેથી આવી ખામી ધરાવતા બાળકોને શસ્ત્રક્રિયા માટે ગાંધીનગર કે અમદાવાદ સુધી જવું નહિ પડે.

ચીફ મેડિકલ સુપ્રિ. અને કાન,નાક ગળા વિભાગના વડા ડો. નરેન્દ્ર હીરાણીના જણાવ્યા અનુસાર કચ્છમાં સાંભળવાની ખામી ધરાવતા ઘણા બાળકો છે. પરંતુ, નબળી આર્થિક પરિસ્થિતિ અથવા અમદાવાદ, ગાંધીનગરના ધક્કાથી બચવા બાળકો ઓપરેશનથી વંચિત રહી જતાં હતા.

મોટા શહેરોની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચ 8થી 10 લાખ રૂપિયા થાય છે. આવી સ્થિતિમાથી બહાર આવવા આ પ્રકારનું ઓપરેશન કચ્છમાં ઘરઆંગણે જ થાય એ માટે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર ક્ન્નર, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ તથા ચીફ મેડિકલ સુપ્રિ. ડો.નરેંદ્ર હીરાણીએ પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. સર્જન ડો. નીરજ સુરી પણ જોડાયા હતા.જેને રાજ્ય સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપી ઓપરેશનને લીલીઝંડી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો