સ્પર્ધા:ભુજમાં પ્રથમ વખત આઇનબોલની રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 રાજ્યોના 300 ખેલાડી અને 50 કોચ મેનેજર જોડાયા

કચ્છમાં પ્રથમ વખત ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આઇનબોલ થર્ડ નેશનલ કક્ષાની ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજવામાં આવી હતી. રવિવારે યોજાયેલી ફાઇનલ મેચમાં રસાકસી બાદ મધ્ય પ્રદેશને હરાવીને પશ્ચિમ બંગાળની યુવતિઓની ટીમ સ્પર્ધા જીતી હતી.

વિધાનસભાના સ્પિકર ડો.નિમાબેન આચાર્ય અને સાંસદ વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં આ ફાઇનલ મેચ યોજાઇ હતી. આયોજક યોતી ફાઉન્ડેશનના પ્રતાપભાઇ ચૌહાણે કચ્છ ટુરિઝમ સાથે આ ગેમ જોડવાની ઇચ્છાથી કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા ઉક્તિ વધુ સાર્થક થશે. કચ્છ ટુરિઝમમાં રોનક આવે એ માટે કચ્છી દાતા નવનીત એજ્યુકેશનના કાંતિભાઇ ગાલાની સ્પોનસરશીપ હેઠળ ભુજમાં આ સ્પર્ધા યોજાઇ હતી.

દરમ્યાન આવતીકાલે સફેદરણ ખાતે પણ આ સ્પર્ધા યોજવામાં આવશે. નોંધનીય છે કે, આઇનબોલ રમત મુળ આફ્રિકાના મોસ્કો દેશની છે અને દુનિયાના 40 દેશોમાં રમાય છે. આ રમતમાં ગોલ કરવાનો હોય છે. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે અનોખી રીતે આ ગેમ રમવાની હોય છે. ભારતમાં યોતિ ફાઉન્ડેશન દ્વારા 4 વખત અા ગેમની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આજના યુવાનો આ રમત પ્રત્યે વધુ રસ દાખવે તે માટે ભુજમાં આયોજન કરાયું હતું. વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...