ભાવ વધારો:ભુજમાં પહેલીવાર પેટ્રોલના ભાવ રૂા. 100ને પાર કરી ગયા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધતા ભાવથી સામાન્ય જનજીવન થયું પ્રભાવિત

ભુજમાં પ્રથમ વખત પેટ્રોલના ભાવ રૂ.100 પ્રતિ લીટર પહોંચ્યા છે. સતત 71 દિવસના વિરામ બાદ તા.28/09થી સાત વખતમાં રૂ 1.66ના વધારા સાથે પેટ્રોલના ભાવે શતક માર્યું છે અને ડીઝલમાં 69 દિવસના વિરામ બાદ શરૂ થયેલો ભાવ વધારાના ભડકાના પરિણામે તા.24/09થી દસ વખતમાં રૂ.2.98ના વધારા સાથે હાલ રૂ.98.77 પ્રતિ લીટર મળી રહ્યું છે.

ઇંધણના દિન પ્રતિદિન વધતા ભાવના કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર થઇ રહી છે. રોજિંદા જીવનમાં પ્રાથમિકતા ધરાવતી વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. કોરોનાની માર બાદ ઇંધણના ભાવે મધ્યમ અને ગરીબ વર્ગની કમર ભાંગી નાખી છે. નજીકના ભવિષ્યમાં પણ ઇંધણના ભાવ ઘટવાની શકયતા નહિવત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં રેકોર્ડ સ્તરે પહોંચતા ઇંધણના ભાવમાં પણ અસર થઈ છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, આંતરરાષ્ટ્રીય પ્રાઈસ અને ફોરેન એક્સચેન્જ રેટના આધાર પર રોજ તેલના ભાવમાં સુધારણા કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ફ્રેટ ચાર્જ, લોકલ ટેક્સ અને વેટના આધાર પર નક્કી કરવામાં આવે છે. જેના કારણે દરેક રાજ્યોમાં ઇંધણના ભાવ અલગ હોય છે. હાલ રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ રૂ.114.82 અને ડીઝલ રૂ.105.26ના સૌથી વધુ ભાવે મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...