તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • For The First Time, A Rare Sea Creature Sea Slug Was Recorded On The Shores Of Mandvi, Only 3 Centimeters In Length!

દરિયાઈ ગોકળ ગાય:માંડવીના દરિયાકિનારે સૌપ્રથમ વખત દુર્લભ દરિયાઈ જીવ ‘સી સ્લગ’ નોંધાયો, લંબાઈ માત્ર ૨ સેન્ટિમીટર!

લાખોંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

માંડવીના સુપ્રસિદ્ધ વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાકાંઠે પ્રથમ વખત ખૂબ જ દુર્લભ અને અતિસુંદર દરિયાઈ ગોકળગાય મળી આવી હતી.સી સ્લગ નામના દરિયાઈ જીવની લંબાઈ માત્ર ૨ સેન્ટિમીટર નોંધાઈ છે.

વિશ્વમાં માત્ર ગુજરાતમાં દક્ષિણ ભાગના મરીન નેશનલ પાર્કના પોશીત્રા વિસ્તારમાં જોવા મળતી આ ગોકળગાય કચ્છનાં અખાતનાં ઉત્તરીય તટ પર પ્રથમ વખત નોંધવામાં આવી છે.જેની નોંધ માંડવી નજીક થઇ છે.કચ્છમાં ઓપસ ઓશિએનિક રીસર્ચ લેબોરેટરી નામક મરીન રીસર્ચ લેબોરેટરી ધરાવતા બંદરીય શહેરના દંપતી યશેશ શાહ અને નિકી રામી શાહને ગત ડિસેમ્બરમાં માંડવી વિન્ડફાર્મ બીચ નજીકના દરિયાઈ પાણીના ખાબોચિયામાં અત્યંત દુર્લભ દરિયાઈ ગોકળ ગાય જોવા મળી હતી.