તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • For Bihari Laborers This Morning From Bhuj By Train, Workers Were Brought To Bhuj By Vehicle With Medical Check Up From Places

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી:બિહારી મજૂરો માટે આજે સવારે ભુજથી ટ્રેન, સ્થળોએથી મેડિકલ તપાસણી સાથે શ્રમિકોને વાહન મારફતે ભુજ લઇ અવાયા હતા

ભુજ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે સવારે 7.30થી 8 વાગ્યાના અરસામાં ભુજથી બિહારના છપરાને જોડતી ટ્રેન દોડાવવામાં આવશે. તા.15/5ના સવારે ભુજથી બિહાર જવા ઇચ્છુકો માટે ટ્રેન રવાના થશે. અગાઉ આ ટ્રેનનો સમય સવારે 6 વાગ્યાનો નક્કી કરાયો હતો પરંતુ ત્યારબાદ સવારે 7.30થી 8નો રાખવામાં આવ્યો હતો. ગુરુવારે કચ્છના જુદા-જુદા સ્થળોએથી મેડિકલ તપાસણી સાથે શ્રમિકોને વાહન મારફતે ભુજ લઇ અવાયા હતા. વધુમાં ભુજમાં પણ સ્ક્રીનિંગ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી.   આ શ્રમિકોમાં ભુજ તાલુકાના અંદાજે 400, અબડાસાના 689 અને મુન્દ્રાના 500 કામદારોનો સમાવેશ થતો હોવાનું ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, લોકડાઉન ફેઝ-3માં હવે છૂટછાટ વચ્ચે ધંધા-રોજગાર શરૂ થયા છે પરંતુ મહામારી કોરોના કોવીડ-19ના ભયના કારણે અન્ય રાજ્યોના શ્રમિકોએ હવે પોતાના વતન જવા માટે મન મનાવી લીધું છે. કચ્છમાં રોજગારી માટે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના લોકો આવ્યા હતા પરંતુ જે-તે ઠેકેદારોએ હાથ ઉંચા કરી લેતાં લોકડાઉનમાં તેમની હાલત અત્યંત કફોડી બની ગઇ છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો