તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Food And Drug Department Stops Buying And Selling Of Medicines Found By Pharmacists In Bhuj's Leading Medical Stores

કાર્યવાહી:ભુજના પ્રમુખ મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ ના મળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દવાનું ખરીદ-વેચાણ બંધ કરાવ્યું

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં એક સપ્તાહમાં બીજા મેડિકલ સ્ટોર્સ સામે કાર્યવાહી

જિલ્લા મથક ભુજમાં કોરોનાકાળ દરમ્યાન અનેક મેડિકલ સ્ટોર દ્વારા દવાના ભાવમાં લોકો સાથે મનમાની કરાતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી. તેના વચ્ચે આજે મંગળવાર સવારે ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ વિભાગ દ્વારા શહેરના હોસ્પિટલ રોડ સ્થિત ડો. અભિનવ કોટક હોસ્પિટલ ખાતે આવેલી પ્રમુખ મેડિકલ સ્ટોરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મેડિકલમાં સ્ટોરમાં અસલ ફાર્માસિસ્ટ હાજર ન મળતા દવા ખરીદ વેચાણની કામગીરી બંધ કરાવી દેવામાં આવી હતી.

આ વિશે ડ્રગ ઇન્સ્પેકટર ભુજના તેજલબેન મહેતાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આજે સવારે શહેરના વિવિધ મેડિકલ સ્ટોરના ઇન્સ્પેકસન કાર્ય દરમ્યાન શહેરના હોસ્પિટલ રોડ પર આવેલી પ્રમુખ મેડીકલના ફાર્માસિસ્ટ હાજર જોવા મળ્યા નહોતા, તેથી હાલ ઘડી આ મેડીકલમાં ખરીદ વેંચાણની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી. જેની પૂરતતા માટે નિયમોનુસાર સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર ત્રણ દિવસ પૂર્વે ભુજના જાણીતા ડો. સચિન ઠકકર હોસ્પિટલમાં આવેલી જય આદ્ય શક્તિ મેડિકલમાં પણ ફાર્માસિસ્ટની કમી જણાઈ આવતા દ્રગ વિભાગ દ્વારા મેડીકલનો વ્યાપાર વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો. અને આજે બીજી મેડીકલમાં પણ એજ અધૂરાસ જણાઈ આવતા બંધ કરાવાઈ હતી. આમ એકજ સપ્તાહમાં ભુજમાં બે મેડિકલ સ્ટોર પર ડ્રગ વિભાગની સચોટ કામગીરીથી આ વ્યવસાય ક્ષેત્રમાં સોંપો પડી જવા પામ્યો હતો. અલબત્ત જય આદ્યશક્તિમાં મેડિકલમાં હવે બેસી શકે એવા ફાર્માસિસ્ટ આવી જતા મેડિકલ શરૂ કરવામાં આવી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...