તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંદોબસ્ત:ભારત બંધના એલાન પગલે પશ્ચિમ કચ્છમાં પોલીસનો કડક જાપતો

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેર-તાલુકામાં પોલીસ બંદોબસ્ત રાતથી જ ખડકી દેવાયો
 • પોલીસ જે તે વિસ્તારોમાં વિડીયો શુટિંગ સાથે પેટ્રોલિંગ કરશે
 • દેખાવ કરનારા અત્યાર સુધી ડિટેઇન કરાતા પણ હવે ફોજદારી કરાશે

રાષ્ટ્રીય કિશાન આંદોલનના પગલે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે જેના પગલે પશ્ચિમ કચ્છમાં પોલીસે કડક ઝાપતો ખડકી દીધો છે. શહેર અને તાલુકા મથકોએ જે તે વિસ્તારોમાં વિડીયો શુટિંગ સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે. આંદોલન કે દેખાવ વેળાએ અત્યાર સુધી ડિટેઇન કરવામાં આવતા હતા જોકે હવે ફોજદારી દાખલ કરવાની ચિમકી પશ્ચિમ કચ્છ એસપીએ ઉચ્ચારી છે. પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સીંઘે જણાવ્યું હતું કે, કિશાન વિરોધી ત્રણ કાયદા રદ્દ કરવાની લડત માટે આજે મંગળવારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને પોલીસે ચાંપતો બંદોબસ્ત રાતથી જ શહેર અને તાલુકા મથકોએ ગોઠવી દેવાનું આયોજન કર્યું છે. એલાનમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે આયોજન ગોઠવી જિલ્લાના એન્ટ્રી-એક્સિટ પોઇન્ટ પર કાફલો ગોઠવી દેવાશે.

સ્ટેટ અને નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ કરવામાં આવશે. 144 મુજબ જાહેરનામું બહાર પાડી દેવાયું છે જેથી ચારથી વધુ લોકો એકત્ર થવા બદલ ફોજદારી દાખલ કરવામાં આવશે. તો બીજી તરફ કોવીડ 19 મહામારીને લઇને જાહેરનામું લાગુ કરાયું છે જે અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવશે. કોઇપણ દેખાવ કે અનિચ્છનીય પ્રવૃત્તિ કરતા કોઇ સંગઠન, પક્ષ કે ગ્રુપ દેખાશે તો તેની સામે ડિટેઇનની કાર્યવાહી નહીં પણ ફોજદારી દાખલ થશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. પોલીસની સાથે જીઆઇડી, હોમગાર્ડ જવાન પણ જોડાશે. જો કોઇ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક પગલા ભરવામાં આવશે.

અમુક ઇનપુટ મળ્યા છે જેના પરથી લીસ્ટ બનાવાશે
એસપી સૌરભ સીંઘે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને ઇન્ટેલીજન્સ મારફતે અમુક ઇનપુટ મળ્યા છે જેમાં દેખાવ કરવા માટે એકત્ર થવાનો સંદેશો વહેતો થયો છે. માહિતી એકત્ર કરી ડિટેઇન કરવા તેમજ પગલા લેવા માટે લીસ્ટ બનાવાશે. જે લોકો ખેડુત ખાતેદાર નથી હોતા તેમજ ખેતીના કાયદા અંગે લાગતુ વળગતું ન હોવા છતાંય દેખાવો કરવા નીકળી પડતા હોય છે ત્યારે આવા સંજોગોમાં અનીચ્છનીય બનાવ ન બને તે માટે અપીલ કરી હતી.

કોંગ્રેસે બંધને સફળ બનાવવા ચર્ચા વિચારણા કરી
કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કિશાન વિરોધી ત્રણ અન્યાયકારી કાળા કાયદા રદ્દ કરવાની લડતમાં ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે ચર્ચા વિચારણ કરી આયોજન હાથ ધર્યું હતું. કોંગ્રેસે ખેડુત સંગઠનો, સહકારી સંગઠનો, વેપારી મંડળ અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનો તેમજ મંજુર સંગઠનોને બંધના એલાનમાં સમર્થન આપવા અહેવાન કર્યું હોવાનું યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો