તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ફોકીઆ 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાના વડા પ્રધાનના વિઝન માટે પ્રતિબદ્ધ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાતનું પ્રથમ ઉદ્યોગ સંગઠન બનતા કેન્દ્રીય મંત્રીએ ફોકીઆને સન્માનિત કર્યું

ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકીઆ), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર તથા રાજ્ય સરકાર, યુનિયન અને યુએસએઆઇડીના નેજા હેઠળ કચ્છના ટોચના ઉદ્યોગગૃહોમાં કામ કરતા હજારો લોકોને આવતા મહિનાઓમાં ક્ષય રોગ માટે તપાસવામાં આવશે. વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત 2030ના વૈશ્વિક લક્ષ્યાંકથી પાંચ વર્ષ પહેલા ટીબી નાબૂદ કરવાના સંકલ્પ પ્રત્યે કટીબદ્ધતા દર્શાવી હતી. ફોકીઆએ ઉપરાંત છ અગ્રણી કોર્પોરેટ ગૃહો અદાણી ફાઉન્ડેશન, એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ., કોસ્ટલ ગુજરાત પાવર લિ., પારલે પ્રોડક્ટ પ્રા.લિ., પેનાસોનિક લાઈફ સોલ્યૂશન ઇન્ડિયા પ્રા.લિ. અને વેલ્સપન ફાઉન્ડેશને સીએસઆર પ્રોજેક્ટ્સ અંતર્ગત તેમના કાર્યસ્થળોને ટીબી મુક્ત બનાવવાના સંકલ્પ પર પ્રતિજ્ઞાબંધ છે.

આગામી મહિનાઓમાં આશરે 40,000 કર્મચારીઓની તપાસ કરશે. ટીબી સંબંધિત પ્રોજેક્ટ્સની દેખરેખ રાખી રહેલા ફોકીઆના પ્રતિનિધિ પ્રદીપ ઘોષાલે જણાવ્યું હતું કે સિમેન્ટ, ખાણકામ, લાકડા, ટાયર બનાવટ અને કેમિકલ્સ જેવા ઉદ્યોગોને વિશેષ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે ટીબી આ યુનિટ્સમાં પહેલાથી સંક્રમિત ફેક્ટરી કામદારોમાં વધારો કરી શકે છે. ફોકીઆ ગુજરાતનો પ્રથમ ઉદ્યોગ સંગઠન બનતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન દ્વારા વિશ્વ ટીબી ડે પર સન્માન કરવામાં આવ્યું હતું.

કચ્છ સાંસદ વિનોદ ચાવડા, રાજ્યમંત્રી વાસણ આહિર અને ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યએ ફોકીઆને અભિનંદન પાઠવ્યા હતા. અંજારના વેલસ્પન ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર એ.કે. જોશીએ જણાવ્યું હતું કે કોવિડ-19ને લીધે વ્યક્તિગત આરોગ્ય અને સ્વચ્છતાને લઈને મોટી જાગૃતિ આવી છે. આ આવકાર્ય પરિવર્તનને કમાવવાનો શ્રેષ્ઠ સમય છે. અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિ શાહે ટીબી નાબૂદી પ્લેજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો