તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:ફોકીઆ 85 લાખના 275 ઓક્સિજન કનસન્ટ્રેટર સેવામાં અર્પણ કરશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ઓક્સિજનની તંગી વચ્ચે ઉદ્યોગો સંગઠનની સેવાકીય પ્રવૃતિ

કચ્છમાં ઓક્સિજન સિલિન્ડર અને ઓક્સિજન ગેસની ખેંચ અનુભવાઈ રહી છે ત્યારે માનવ જિંદગી બચાવવાના ઉદ્દેશ્યથી કચ્છના ઉદ્યોગોના સંગઠન ફોકીઆએ વિવિધ ઉદ્યોગો અને સામાજિક અગ્રણીઓની મદદ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું આયોજન કરાયું છે. જે વાતાવરણમાં રહેલા વાયુમાંથી નાઈટ્રોજનને છુટો પાડી તેને ઓક્સિજનમાં ફેરવે છે અને તેનો ઓક્સિજન ફલૉ રેટ 2 થી 9 લિટર પ્રતિ મિનિટ એડજેસ્ટ કરી શકાય છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ બાબતે મંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલના માધ્યમથી ફોકીઆને ઉપકરણો ડોનેટ કરવા માટે અપીલ કરી હતી. જેના પ્રતિસાદ રૂપે ફોકીઆ દ્વારા 85 લાખ કિંમતના 275 જેટલા ઓક્સિજન કનસન્ટ્રેટર ખરીદવાનો ઓર્ડર અપાયો હતો. પ્રથમ ચરણમાં 65 ઓક્સિજન કનસન્ટ્રેટર જિલ્લાના વિવિધ તાલુકામાં સામાજિક સંસ્થાઓને અપાયા છે.

જરૂરિયાતમંદ દર્દીઓને નજીવા દરે અથવા મફતમાં ઉપયોગ માટે અપાશે. દ્વિતીય ચરણમાં લખપત અને અબડાસા તાલુકામાં સેવા અપાશે. આ પ્રોજેક્ટ સંદર્ભે ફોકીઆના ડાયરેક્ટર તલક્ષી નંદુએ ઉદ્યોગગૃહો, દાતાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જીગર મકવાણા, કમલેશ દેવરીયા અને દીપકભાઈ પારેખે વિવિધ સેવામાં સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...