તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસક્યુ:નાના અંગિયા વાડી વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ફફડાટ

નાના અંગીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વનખાતાઅે ટાંકામાંથી મગરને રેસક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડ્યો

નાના અંગિયા વાડી વિસ્તારમાં સોમવારે મોડી સાંજે મગર દેખા દેતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. જોકે વન વિભાગે મગરને પકડી સુરક્ષિત સ્થળે છોડ્યો હતો. નાના અંગિયામાં વાડીના પાણી ના ટાંકામાં મગર જોવા મળ્યું હતું. ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં અાવી હતી.

વન વિભાગે કાદવમાંથી મગરને સલામત રીતે બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની કાળઝાળ ગરમી અને પ્રખર તાપના કારણે નાના તળાવો અને તલાવડીમાં પાણી સુકાઈ જતા મગર ખોરાકની શોધમાં નીકળતા હોય છે. પણ હજી સુધી કોઈ પણ મગરે માનવને નુકશાન પહોંચાડ્યું નથી. નખત્રાણા પશ્ચિમ રેન્જના આર.એફ.ઓ. યુ. આર. મોરીના માર્ગ દર્શન તળે વનપાલ દક્ષાબેન વરસાણીની ટીમે કામગીરી કરી હતી. વન વિભાગના હિંમતસિંહ ચુડાસમા, ચંદુભાઈ મેરિયા જોડાયા હતા. ગ્રામ્ય લોકોએ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...