મુસાફરી:મુંબઇ માટે ફલાઇટનું બુકિંગ એલાયન્સ એરની નવી વેબસાઇટ પર કરાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અેર ઇન્ડિયાનું ખાનગીકરણ થયા બાદ પધ્ધતિ અને ભાવમાં પણ ફેરફાર
  • અત્યાર સુધી અેરઇન્ડિયાના વિમાનમાં બુકિંગ કરી લોકો મુસાફરી કરતા

અત્યાર સુધી ભુજથી મુંબઇ માટે અેરઇન્ડિયા વિમાન સેવા કાર્યરત હતી પણ તેનું ખાનગી કરણ થઇ ગયા બાદ અેલાયન્સ અેર લોકોની સેવામાં કાર્યરત છે. ફલાઇટનું બુકિંગ હવે અેલાયન્સ અેરની નવી વેબસાઇટ પર થશે જેનું લોન્ચિંગ બે દિવસ પૂર્વે જ કરાયું હતું. અેરઇન્ડિયાના ખાનગીકરણ બાદ ભુજથી મુંબઇ સેવાના ભાવમાં તેમજ પદ્ધતીમાં પણ ફેરફાર કરાયો છે જે તમામ વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અેલાયન્સ અેરની વેબસાઇટ 12મી તારીખે લોન્ચિંગ કરાઇ છે જેથી હવે ભુજથી મુંબઇ ફલાઇટનું બુકિંગ અેલાયન્સ અેરની વેબસાઇટ allianceair.in/book પર કરી શકાશે.

અેલાયન્સ અેર 15મી તારીખથી કલાઉટ અાધારીત વિમાની સેવામાં માઇગ્રેડ થઇ જશે. નોંધનીય છે કે, અત્યાર સુધી અેરઇન્ડિયાનું અે.ટી.અાર. વિમાન ભુજથી મુંબઇ માટે સેવામાં હતું પણ ટાટા કંપનીઅે અેરઇન્ડિયાને ખરીદી લેતા હવેથી અેલાયન્સ અેર સેવામાં કાર્યરત રહેશે. અેરઇન્ડિયાનું ખાનગીકરણ થઇ જતા હવે સરકારી વિમાન સેવા અેલાયન્સ અેરની ફલાઇટ ભુજથી મુંબઇ પોતાના નિયમ સમયે સેવા અાપશે. બીજી તરફ સપ્તાહમાં ચાર દિવસના બદલે પાંચ કે છ દિવસ વિમાન ઉડાન ભરે છે અાવતા દિવસોમાં અાખો સપ્તાહ ફલાઇટ સેવા અાપે તેવા પ્રયાસો ચાલતા હોવાનું અેરપોર્ટ અોથોરીટીના સુત્રોઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...