લેન્ડિંગ ના થતાં ફ્લાઈટ પરત ફરી:અમદાવાદથી 60 પેસેન્જર લઈ કંડલા પહોંચેલી ફ્લાઈટ લેન્ડ ના થતા પરત ફરી, ટેક્નિકલ ખામી સર્જાતા ન થયું લેન્ડિંગ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નિકલ ખામી સર્જાતા લેન્ડિગના બે પ્રયાસ નિરર્થક નિવડતા ફ્લાઇટ પરત
  • ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા

જિલ્લાના કંડલા ખાતેના એરપોર્ટ પર ગઈકાલે ગુરૂવારે અમદાવાદથી કંડલા આવેલી ફ્લાઇટ સંભવિત ટેક્નિકલ ખામીના કારણે લેન્ડ થઈ શકી નહોતી. ટુ જેટની ફ્લાઇટ 60 પેસેન્જરો સાથે બપોરે 3 વાગ્યે કંડલા પહોંચી હતી જ્યાં ATCએ લેન્ડ થવા ક્લિયરન્સ આપી દીધા છતાં ફ્લાઇટ લેન્ડ થઈ શકી નહોતી. ATR પ્લેનને લેન્ડ કરાવવા પાયલોટ દ્વારા પ્રથમ પ્રયાસે લેન્ડ ના થતા હવામાં એક ચક્કર લગાવી પુનઃ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફ્લાઈટને લેન્ડ કરવામાં સફળતા ન મળતા અંતે તેને અમદાવાદ પરત લઈ જવાઇ હતી અને ત્યાં લેન્ડિંગ સફળ રહ્યું હતું. આ ઘટનાક્રમ દરમિયાન ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ વિશે કંડલા એરપોર્ટના ઇન્ચાર્જ સંજીવ મેગલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે આ બનાવ બન્યો હતો. કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટ લેન્ડ થઈ શકી નહોતી, તેમાં શું ખામી રહી હતી તેની ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન અને એરલાઇન દ્વારા તપાસ હાથ ધરાઈ છે તેમજ પરત ગયેલા મુસાફરોને રીફન્ડ આપી દેવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...